શાકભાજી વેચતો તરુણ 13 વર્ષની તરુણીને ભગાડી ગયો
દ્વારકા પહોંચે તે પહેલાં જ ટ્રેનમાંથી બંનેને પકડી લેવાયા
શહેરમાં તરુણવયની છોકરીઓને લગ્નની લાલચ આપી ભગાડી જવાના વધી રહેલા બનાવો વચ્ચે 16 વર્ષનો તરુણ 13 વર્ષની તરુણીને ભગાડી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં તરુણને તરુણી સાથે ઝડપી લીધો હતો. બંનેની પૂછપરછ બાદ પોલીસે તરુણ સામે અપહરણ, પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ભક્તિનગર પોલીસ મથકમાં 13 વર્ષીય ભત્રીજી ગુમ થઇ ગયાની પ્રૌઢે જાણ કરી હતી. બનાવને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં તરુણી મોબાઇલનો ઉપયોગ કરતી હોવાથી પોલીસે ટેક્નિકલ તપાસ શરૂ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.