જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ટી.બી.ના 38 દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું
પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા તેમજ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર અને મૈત્રીવાત્સલ્ય ધામ અમદાવાદ ના સહયોગથી બોટાદના વસતા 38 ટીબીના દર્દીઓ માટે કીટ વિતરણ કરી ટીબી રોગ નાબૂદ કરવાના પ્રયાસ તરફ એક કદમ આગળ ભરવામાં આવ્યું. સમગ્ર ભારતમાંથી ટીબી રોગ નાબૂદ થાય એ માટે બોટાદ માંથી પણ ટીબીના દર્દીઓ શોધીને તેઓને એક કીટ જેમાં (1 કિલો ચણા,1કિલો ગોળ,500 ગ્રામ તેલ તેમજ પ્રોટીન પાવડરનો એક ડબ્બો અંદાજિત કિંમત 500₹) કીટ બનાવી આપવામાં આવી સમગ્ર બોટાદમાંથી આવા 38 દર્દીઓને કર્મચારીઓના સાથ અને સહકારથી આપવામાં આવ્યું.
ટીબીના દર્દીઓને કીટ વિતરણ કાર્યક્રમમાં ગ્રુપ પ્રમુખશ્રી ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખશ્રી કેતનભાઇ રોજેસરા,મુકેશભાઈ જોટાણીયા, કલ્પેશભાઈ ગાંધી, ડો.પરેશભાઈ દરજી, ચેતનભાઇ જોશી,હરેશભાઈ પીઠવા,રાજુભાઈ ડેરૈયા, વિશાલભાઈ કળથીયા, નરેશભાઈ માવાણી,તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ટીબીના દર્દીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.