બાંધકામ સાઈટના પાંચમાં માળેથી પટકાતા 24 વર્ષિય બીપીન રાઠવાનું મોત
મૂળ પંચમહાલ અને અહીં કટારિયા ચોકડી પાસે આવેલ શાશ્વત બાંધકામ સાઇટમાં કામ કરતો અને ત્યાંજ રહેતો યુવક બાંધકામ સાઈટના પાંચમા માળેથી પટકાતાં મોત નિપજ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ 150 ફૂટ રીંગ રોડ કટારિયા ચોકડી પાસે આવેલ શાશ્વત બાંધકામ સાઇટમાં કામ કરતો અને ત્યાંજ રહેતો રાઠવા બીપીન થાવર (ઉ.વ.24) નામનો યુવક આજે સવારે બાંધકામ સાઇટમાં કામ કરતો હતો.
દરમિયાન પાંચમાં માળેથી પટકાયો હતો. ત્યાં સાઈટ પર રહેલ શ્રમિકો તુરંત દોડી ગયો હતા. અને 108 ને જાણ કરી હતી. 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતાં તુરંત પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.