બાબરા વિશ્વ હિન્દુ પરિષદના સૃષ્ટિપૂર્તિ સમાપન સમારોહ યોજાયો - At This Time

બાબરા વિશ્વ હિન્દુ પરિષદના સૃષ્ટિપૂર્તિ સમાપન સમારોહ યોજાયો


બાબરા વિશ્વ હિન્દુ પરિષદના સૃષ્ટિપૂર્તિ સમાપન સમારોહ યોજાયો

બાબરા હિન્દુત્વને વ્યવહારમાં મૂકવું પડશે નીલકંઠ મહાદેવ ખાતે વિશાળ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હિન્દુ સમાજને જાગૃત કરવા સંગઠિત કરવા માટે વિવિધ કાર્યક્રમની ઘોષણા કરાય વિશ્વ હિન્દુ પરિષદના સૃષ્ટિપૂર્તિ સમાપન સમારોહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ બાબરા પ્રખડ દ્વારા નીલકંઠ મહાદેવ પંચપુંડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રખંડ અધ્યક્ષ ગજેન્દ્રસિંહ શેખવા ની અધ્યક્ષતા મા હિન્દુ સંમેલન યોજવામાં આવેલ સંમેલન નો દીપ પ્રાગટ્ય વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા અને જિલ્લા કોષાધ્યક્ષ ડોક્ટર પંકજ ત્રિવેદી ના હસ્તે કરવામાં આવેલ
આ પ્રસંગે સમારોહના મુખ્ય વક્તા એડવોકેટ ઈતેશભાઈ મહેતાએ જણાવેલ કે હિન્દુત્વને વ્યવહારિક જીવનમાં ઉતારવાની વર્તમાનમાં જરૂરિયાત છે
વધુ માં જણાવેલ કે પરિષદ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુકિત, લવ - લેન્ડ જેહાદ વિરુધ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માતરણ અટકાવવું - ઘરવાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ, સેવા, બાલ સંસ્કાર જેવા અનેક કાર્યો સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે તેમને વધુમાં જણાવેલ કે જેમ દાનવીર કર્ણ માટે કવચ અને કુંડળ હતા એ કવચ કુંડળના કારણે કર્ણ અભય હતો એ જ પ્રમાણે વર્તમાન યુગમાં હિન્દુ સમાજના કવચ અને કુંડળ તરીકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ છે ત્યાં સુધી હિન્દુ સમાજને કોઈ ભય નથી આ કવચ અને કુંડળનું રક્ષણ પોષણ કરવાની જવાબદારી હિન્દુ સમાજની છે
આ પ્રસંગે ડો. પંકજભાઈ ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચનમાં હિન્દુ સમાજને સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્દ્રજીત ચૌહાણ હરેશ ભાઈ ધોળકિયા તબજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તાઓ એ જહેમત ઉઠાવી હતી તેમ જિલ્લા પ્રસાર પ્રચાર સંયોજક ની યાદી માં જણાવેલ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.