આદર્શ ગામ શાખપુર ની સમરસતા શાખપુર મુસ્લિમ યુવક સ્વ સલીમ મલેક ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન - At This Time

આદર્શ ગામ શાખપુર ની સમરસતા શાખપુર મુસ્લિમ યુવક સ્વ સલીમ મલેક ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન


આદર્શ ગામ શાખપુર ની સમરસતા
શાખપુર મુસ્લિમ યુવક સ્વ સલીમ મલેક ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન

દામનગર ના શાખપુર મુસ્લિમ યુવક સ્વ સલીમ મલેક ની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન
શાખપુર કુમાર શાળા ,શાખપુર કન્યાશાળા, સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા- શાખપુર તેમજ શાખપુર ગામના ત્રણેય આંગણવાડીના બાળકોને બટુક ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.લાઠી તાલુકા ના શાખપુર ના સ્વ સલીમ મલેક પોસ્ટ કર્મચારી હતા તેમનો મિલનસાર સ્વભાવ એક મુલાકાત માં દરેક ના માનસ ઉપર અમીટ છાપ છોડી જતા સ્વ સલીમ મલેક ની ત્રીજી પુણ્યતિથિ એ સમગ્ર શાખપુર ગામ ની બાળ મંદિર થી લઈ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ઓના છાત્રો ને બટુક ભોજન કરાવતા નઝીરભાઈ કાસમભાઈ મલેક
મહેબૂબભાઈ કાસમભાઈ મલેક અરમાન સલીમભાઈ મલેક પરિવાર ની નેકદિલ ની સર્વત્ર સરાહના કરાય હતી જેમાં ઉપસ્થિતિ આચાર્ય, કન્યા પ્રા. શાળા- શાખપુર. કુમાર પ્રા.શાળા- શાખપુર.સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા- શાખપુર.સંચાલક, આંગણવાડી ૧.૨.૩ શાખપુર સરપંચ ગ્રામ પંચાયત- શાખપુર સમસ્ત ગામ પરિવાર- શાખપુર. તાલુકા પંચાયત સદસ્ય શાખપુર- પાડરશીંગા સીટ માજી સરપંચશ્રી તમામ- શાખપુર. સમસ્ત શાખપુર ગામ અગ્રણીઓ.ગામ પરિવાર- શાખપુર.ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.