નીતિ નહિ પણ નિયતિ બદલવી જરૂરી આલે લે પ્રજા અને વિપક્ષ તો ઠીક પણ જનપ્રતિનિધિ ઓનું પણ કોઈ તંત્ર સાંભળતું નથી અમરેલી જિલ્લા માં તંત્ર માત્ર મન કી બાત જ કરે છે એક રેકડા માટી માટે ખેડૂતો નો ખો બોલાવતા ખાણ ખનીજ તંત્ર ની મનમાની સામે અનેકો ફરિયાદ
નીતિ નહિ પણ નિયતિ બદલવી જરૂરી
આલે લે પ્રજા અને વિપક્ષ તો ઠીક પણ જનપ્રતિનિધિ ઓનું પણ કોઈ તંત્ર સાંભળતું નથી
અમરેલી જિલ્લા માં તંત્ર માત્ર મન કી બાત જ કરે છે
એક રેકડા માટી માટે ખેડૂતો નો ખો બોલાવતા ખાણ ખનીજ તંત્ર ની મનમાની સામે અનેકો ફરિયાદ
અમરેલી જિલ્લો એટલે કુદરતી અનેક ખનીજ ભંડાર અને અપાર કુદરતી સંપદા થી ભરપૂર છે અને ભ્રષ્ટ નેતા ઓ અને તંત્ર માટે આશીર્વાદ રૂપ રહ્યો છે અસંખ્ય ખનીજ ભંડાર નું ખનન કરી ધન કુબેર બનેતા નેતા ઓ અને અધિકારી ઓ વિરુદ્ધ વખતો વખત ફરિયાદો ઉઠી પણ જો પોષતા વહી મારતા ની યુક્તિ એ કરતા ધરતા ઓ સામેલ હોય તો ? તાજેતર માં શાસક પક્ષ ના ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા ના નેતા એ બળાપો કાઠયો ખાણ ખનીજ વિભાગ માં તંત્ર કોઈ ને ગાંઠતું નથી વાત પણ ખરી છે ને ? ખાણ ખનીજ રેવન્યુ પોલીસ મહેસુલ વન વિભાગ સહિત સબકા સાથ સબકા વિકાસ કરી રહ્યા છે ખેડૂત એક રેકડો માટી ઉપાડે તો હોહા કરી મુકતું તંત્ર ધારું વેચી ના ખાઈ ગયા હું કરું તો લીલા બીજા કરે તો ચીનાળા આ યુક્તિ જ ચાલે છે વિપક્ષ નેતા માજી સાંસદ ઠુંમર અને આર ટી આઈ કાર્યકર સુખડીયા બધા રજુઆત કરે છે પણ તંત્ર કોઈ નું સાંભળતું નથી આવું કેમ ? આગમવાણી માં દેવાયત પંડિતે ભાખેલ આગમ કોઈ કોઈ ની રાવ ફરિયાદ સાંભળશે નહિ એવો ધોર કલિયુગ આવશે પ્રજા ધાંચી ની ધાણીયે પીલાશે બે ફામ કર ના દર પ્રજા ઉપર આકારી પ્રજા ને નીચોવી લેવાશે આ બધું ખરું પડી રહ્યું છે દિન પ્રતિદિન મો ફાટ મોંઘવારી કોઈ ની કોઈ ફરિયાદ ન સાંભળી અનિયત્રીત તંત્ર મનમાની કરી રહ્યું હોવા ની ફરિયાદ પ્રજા ક્રે કે વિપક્ષ તંત્ર ન સાંભળે તો ઠીક પણ શાસક પક્ષ ના નેતા ઓએ પણ આ બાબતે બળાપો કાઠયો કે અમરેલી જિલ્લા માં ખાણ ખનીજ રેવન્યુ પોલીસ સહિત ના તંત્ર સામે અનેકો સવાલ ઉઠાવ્યા પણ તંત્ર માત્ર મન ની વાત કરે છે તેનું શું ? તાજેતર માં ભારતી ફોજદારી કાયદા ઓમાં કલમો માં ફેરફાર કરાયા નીતિ ઓ તો પર્યાપ્ત કાફી છે પણ નિયતિ સાફ નથી તેનું શું ?
કાયદો કડક બને તેના કરતાં કાયદો અને વ્યવસ્થા ની હયાતી ની સમીક્ષા જરૂરી અમરેલી જિલ્લા માં વારંવાર ઉઠતી ફરિયાદો ની અવગણના લોકો ને સામાન્ય પ્રશ્ને પડતી હાલાકી ઓ રાજ્ય સરકારે નક્કી કરેલ નાગરિક અધિકારી પત્ર થી નિયત સમય મર્યાદા ઓમાં ફરિયાદો સાંભળી તેનો નિકાલ નહિ કરવા ની વધતી જતી ફરિયાદો થી પ્રજા ત્રસ્ત હતી પણ હવે શાસક પક્ષ પણ પીડિતો ની પંગથ માં ?
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.