મોડાસા તાલુકાના ઢોલીયા ગામે મકાન ધરાશાયી થતા 3 પશુઓના મોત. - At This Time

મોડાસા તાલુકાના ઢોલીયા ગામે મકાન ધરાશાયી થતા 3 પશુઓના મોત.


પ્રાપ્ત વિગતો અનુસાર સતત ત્રણ દિવસથી અરવલ્લી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઢોલીયા ગામના એક પશુપાલક રમેશસિંહ નાનજી પુજારા ના ઘરે એક ભેંસ એક ગાય સહિત બે નાના પશુઓ વરસાદથી બચાવવા માટે બનાવેલ કાચા ઘરમાં બાંધેલા હતા તે દરમિયાન રાત્રિના સમયે અનાધાર વરસાદ ખબક્યો હતો જેના પગલે અચાનક પશુ માટે બનાવેલું છાપરું ધરાશાહી થયું હતું. જેમાં ચાર પશુ ઓ દટા ઈ જવાથી પામ્યા હતા. ત્યારે ગામ લોકો ને જાણ થતા ગટના સ્થળે દોડી જઈ મૃત્યુ પામેલ ગાય ભેંસ, વાછરડાને બહાર કાઢ્યા હતા.પશુપાલન ધંધો કરી જીવન નિર્વાહ કરતા પશુપાલક ના પરિવાર માંથે આભ તુંટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આ પશુપાલકને સરકાર સહાય આપે તેવી પીડિત પરિવાર અને ગ્રામજનોની માગણી છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.