શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ગુજરાત દ્વારા ભાવનગર જિલ્લાના હોદેદારો ની નિમણૂક કરવામાં આવી. સિહોરના જયરાજસિંહ મોરીની જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂક - At This Time

શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ગુજરાત દ્વારા ભાવનગર જિલ્લાના હોદેદારો ની નિમણૂક કરવામાં આવી. સિહોરના જયરાજસિંહ મોરીની જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂક


*સિહોરના જયરાજસિંહ મોરીની જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂક*

ગુજરાતના ક્ષત્રિય રાજપૂતો ની એકતા તેમજ સામાજીક અને શૈક્ષણિક ઉત્થાન ના હેતુસર કાર્યરત શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ગુજરાત દ્વારા ભાવનગર જિલ્લાના સંગઠન ની જાહેરાત કરવામાં આવી છે. ગઈ કાલે શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ગુજરાત દ્વારા સમાજ રત્નો નું સન્માન તેમ જ નવનિયુક્ત પદાધિકારીઓ નો શપથ ગ્રહણ સમારોહ જનકપુરી, ધંધુકા ખાતે સમગ્ર ગુજરાત માંથી ઉપસ્થિત સમાજ અગ્રણીઓની હાજરીમાં યોજાઈ ગયો. આ કાર્યક્રમ દરમિયાન શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ ભાવનગર જિલ્લા ના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ. જેમાં પ્રમુખ તરીકે નરેશસિંહ સોલંકી (દડવા)ની નિમણુંક થયેલ. સિહોર તાલુકા માંથી ચાર આગેવાનોને પણ જિલ્લા સંગઠનમાં સ્થાન મળેલ. જેમાં શ્રી સિહોર તાલુકા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ યુવા સંઘના પૂર્વ પ્રમુખ જયરાજસિંહ મોરીની જિલ્લા ઉપપ્રમુખ તરીકે તેમ જ ઘનશ્યામસિંહ રાઠોડ મહામંત્રી, રાજેન્દ્રસિંહ સોલંકી મંત્રી અને વનરાજસિંહ ડોડીયા ની કોષાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી. તમામ નવનિયુક્તિઓને ચોમેર આવકાર સાથે આગામી કર્યો માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.