કાલાવડ રોડ પર 167 કરોડના ફ્લાયઓવર સહિત 216 કરોડના કામોને સ્ટેન્ડિંગની મંજૂરી
આઈકોનિક બ્રિજના નામે રાજકોટ શહેરને મળશે એક નવું આકર્ષણ, વોર્ડ નં.6, 15માં રોડ ડામરના બનશે
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મંગળવારે મળી હતી. આ બેઠકમાં ચાલુ વર્ષના સૌથી મોટા પ્રોજેક્ટ એવા કટારિયા ચોક આઈકોનિક બ્રિજના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. 167 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ બ્રિજને કારણે રાજકોટ શહેરને એક નવી ઓળખ મળશે.
આઈકોનિક બ્રિજની ડિઝાઈનમાં અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ ઉપરાંત બ્રિજની નીચે ફૂડ કોર્ટ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન જીમ, વિવિધ રમતો માટે કોર્ટ સહિત જાણે ઈન્ડોર સ્ટેડિયમ હોય તેવી સુવિધા ઊભી કરવામાં આવશે. કેબલ બ્રિજની ડિઝાઈન પર ઓવરબ્રિજ બનશે જે રાજકોટનો પ્રથમ હશે. આ બ્રિજને હવે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ કામ ચાલુ કરાશે અને 30 મહિનામાં બ્રિજ બનીને તૈયાર થશે જોકે મહાનગરપાલિકાના અલગ અલગ પ્રોજેક્ટની સમય મર્યાદા જોતા 40 મહિના જેટલો સમય લાગી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.