રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ વાહન અકસ્માતો બનતા અટકાવવા માટે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરતી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ
તા.૧૨ જુલાઈ ૨૦૨૩ -રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ વાહન અકસ્માતો બનતા અટકાવવા માટે ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરતી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ
ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કુલ 106 છકડો રીક્ષા ડીટેઈન
માનનીય પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબની સુચનાથી તથા ડીસીપી ટ્રાફિક શ્રી પૂજા યાદવ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ભયજનક રીતે ઓવરલોડ બેફામ દોડતી છકડો રીક્ષા વિરુદ્ધ ખાસ ટ્રાફિક ડ્રાઈવ
શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનોના કારણે દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે, જેના નિયમન માટે સરકાર દ્વારા અંડરબ્રિજ, ઓવરબ્રિજ, પાથ વે, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા જેવી સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
વાહન ચાલકો માટે રાજય સરકારે અમલી બનાવેલા ગતિ નિયંત્રણના નિયમો છતાં વધુ ઝડપને લીધે છાશવારે અકસ્માતો બનતા રહે છે અને ફેટલ અકસ્માતો પણ વારંવાર બને છે.
તાજેતરમાં કુવાડવા રોડ ઉપર ભયજનક રીતે ઓવરલોડ લાકડા ભરેલી છકડો રીક્ષા દ્વારા એકટીવા ચાલકને હડફેટે લેતા રાજકોટ શહેરના એક આશાસ્પદ યુવાનનું મોત થયેલ હતું.
જેથી ડીસીપી ટ્રાફિક શ્રી પૂજા યાદવ સાહેબ દ્વારા ફેટલ વાળી જગ્યાની વિઝીટ લઈ અને તમામ ટ્રાફિક સ્ટાફને આવા ઓવરલોડ ભયજનક રીતે ચાલતા છકડો રીક્ષા વિરુદ્ધ એક્શન લેવા માટે સૂચના આપેલ હતી જે અનુસંધાને આજ રોજ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવેલ હતી.
છકડો રીક્ષાથી બનતા અકસ્માતથી બચવા તથા આવા છકડો રીક્ષાનાં વાહનચાલકો વિરુદ્ધ એક્શન લેવા માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવે છે.
આજ યોજવામાં આવેલ ટ્રાફિક ડ્રાઈવમાં કુલ 106 છકડો રીક્ષા ડીટેઇન કરવામાં આવેલ હતી.
ડીટેઇન કરેલા વાહનો શીતલ પાર્ક ખાતે મૂકવામાં આવેલ હતા.છકડો રીક્ષા વિરુદ્ધ આ ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ વાહન ચાલકો વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે તથા કોઈને પણ છોડવામાં આવશે નહીં અભિયાનમાં એસીપીટ્રાફિકશ્રીજે.બી.ગઢવી તથા પી.આઈ.શ્રી ભાર્ગવ સિંહ ઝણકાટ તથા પી.આઈ.શ્રીવી.આર.રાઠોડ તથા પી.આઈ.શ્રીએન.જી.વાધેલા તથા પી.એસ.આઈ.શ્રી એન. કે. રાજપુરોહિત તથા અન્ય ટ્રાફિકસ્ટાફઉપસ્થિત રહ્યા હતા.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.