ધંધુકા શહેરમાં નાના બાળકોનું આધારકાર્ડનું કામ બિલકુલ થંબ રહેતા લોકો પરેશાન.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં નાના બાળકોનું આધારકાર્ડનું કામ બિલકુલ થંબ રહેતા લોકો પરેશાન.
છેલ્લા ઘણા દિવસોથી ધંધુકા તેમજ આજુબાજુમાં નાના બાળકોના આધાર કાર્ડ કાઢવાનું કામ થંબ રહેતા લોકો પરેશાન બન્યા છે ત્યારે ઓપરેટરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આધાર દ્વારા ઉપરની કચેરીએથી જ સર્વર ઇસુ આવતા હોય છે તેમજ નાના બાળકોના આધાર કાર્ડ કોઈ પણ કારણસર રિજેક્ટ થતાં હોય છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી 0 થી 5 વર્ષના નાના બાળકોના આધાર કાર્ડ કાઢવાની કામગીરી સંપૂર્ણ થંબ રહેતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરમાં નાના બાળકોના આધાર કાર્ડ ને લઈને વાલીઓ મુજવણ અનુભવી રહ્યા છે. ભારત તેમજ ગુજરાતમાં ડિજિટલ ઈન્ડિયાના સૂત્રને સાર્થક કરવાની વાત છે ત્યારે લોકો કચેરીના ધકા ખાઈ ખાઈને થાકી જતાં હોય છે. ત્યારે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડતો જોવા મળતો હોય છે.વાલીઓની ચર્ચાઓ થઈ રહી છે તે મુજબ જો ટૂંક સમયમાં આ નાના બાળકોના આધાર કાર્ડ કાઢવાની કામગીરી ચાલુ નહીં કરવામાં આવે તો વાલીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. વાલીઓની લાગણીને માંગણી છે કે વહેલી તકે આધાર સેન્ટરો પર નાના બાળકોના નવા આધારકાર્ડ કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.