ચોટીલા હાઇવે ઉપર ચાણપાના પાટડી પાસે દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ જતાં દોડધામ મચી - At This Time

ચોટીલા હાઇવે ઉપર ચાણપાના પાટડી પાસે દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઇ જતાં દોડધામ મચી


દૂધ ભરવા આસપાસનાં લોકો હાથમાં જે વાસણ આવ્યું તે લઈ ઉમટી પડયા.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઈવે પર રાજકોટ તરફથી આવી રહેલું દૂધનું ટેન્કર ચોટીલાથી આગળ ચાણપા ગામના પાટિયા પાસે વહેલી સવારે પહોંચ્યું એ દરમિયાન ડીવાઈડર સાથે અથડાતાં પલટી ગયું હતુ જે અંગેની જાણ થતાં આસપાસના લોકો તેમજ મહીલાઓ ટેન્કરમાંથી દૂધ ભરવા માટે બોટલ, ડોલ અને બેડા સહિતની વસ્તુઓ લઈને દૂધ ભરવા માટે ઉમટી પડ્યા હતા જ્યારે ટેન્કરમાંથી દૂધ ભરતા લોકોનો વીડિયો વાયરલ થયો છે ટેન્કર પલટી ગયા અંગે જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિક જામ ન થાય તે માટે પ્રયાસો હાથ ધર્યા હતા ટેન્કર પલટી જવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર રાજકોટ તરફથી આવી રહેલું દૂધ ભરેલું ટેન્કર ચોટીલા નજીક પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ આસપાસના રહિશો ટેન્કરમાંથી દૂધ ભરવા માટે વાસણો લઈ પડાપડી કરતા નજરે પડયાં હતાં રાજકોટ તરફથી સવારના સમયે દૂધ ભરી અમદાવાદ તરફ જઈ રહેલા ટેન્કરના ચાલકે ચોટીલાના ચાણપા ગામના પાટિયા પાસે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટેન્કર ડિવાઈડર સાથે અથડાતા પલટી મારી ગયું હતું જો કે સદ્નસીબે કોઈ જાન હાનીનો બનાવ બન્યો નહોતો જ્યારે આ અકસ્માતની જાણ થતાં આસપાસના રહિશો અને વાહનચાલકો બરણી, બોટલ, ડોલ, બેડા સહિતના વાસણો લઈ દૂધ ભરવા માટે પડાપડી કરતા નજરે પડયા હતા. આ અકસ્માતની જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે રોડ વચ્ચે ટેન્કર પલટી મારી જતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરી વાહન વ્યવહાર પુન શરૂ કરાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.