વાવ તાલુકા ઘટકના ગોલગામ સેજાના નાળોદર ગામે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો. - At This Time

વાવ તાલુકા ઘટકના ગોલગામ સેજાના નાળોદર ગામે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો.


બનાસકાંઠા આઈસીડીએસ શાખાના વાવ તાલુકાના વાવ ઘટકના ગોલગામ સેજાના નાળોદર ગામે તારીખ 11. 1. 25 ના રોજ સેજા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં CDPO, મુખ્ય સેવિકા, NNM કો ઓર્ડીનેટર, સરપંચ, શાળાના આચાર્ય, શિક્ષકો, આરોગ્ય વિભાગના સી.એચ.ઓ, FHW તથા આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહેલ હતા વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ આવનાર વિજેતાઓને પ્રમાણપત્ર તેમજ ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. CDPO દ્વારા THR તેમજ મીલેટ્સ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ હતું,
આ સાથે આજે પોષણ ઉડાન કાર્યક્રમ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો જેમાં આજે પતંગ ઉપર વિવિધ સૂત્રો લખીને પતંગ ઉડાડવામાં આવ્યા અને પછી બાળકોને પતંગ અને ફીરકીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.