રાજકોટની મહિલાને ઇન્સ્ટાગ્રામ પર પજવણી કરતો શખ્સ ની ધરપકડ
રાજકોટમાંમાં રહેતી બે યુવાન પુત્રની માતા અર્વાચીન દાંડિયારાસમાં પરિવાર સાથે ગઈ હતી, ત્યારે તેના પર એક શખ્સની નજર પડયા બાદ એ મહિલાના સોશિયલ મીડિયા પર તેને સતત મેસેજ કરી પજવણી શરૂ કરવામાં આવી હતી. એ શખ્સના ત્રાસથી કંટાળેલી મહિલાએ પોલીસનું શરણું લેતા પોલીસે આઇટી એક્ટ હેઠળની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
શહેરના 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં રહેતી 42 વર્ષની મહિલાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગોંડલના દેરડી કુંભાજીના કાંતિ દેવજી મકવાણાનું નામ આપ્યું હતું.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્ર છે જેમાં મોટો પુત્ર 20 વર્ષનો અને નાનો પુત્ર 17 વર્ષનો છે. ગત તા.27 ઓક્ટોબરના તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘તમને નીલ સિટી ક્લબમાં નવરાત્રિમાં જોયા હતા’, સાથે ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલી હતી. મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી નહોતી અને આ અંગે તેના પતિને જાણ કરી હતી.
કવિતાના પતિએ પત્નીના ઇન્સ્ટાગ્રામ મેસેન્જર પરથી સામેના વ્યક્તિ સાથે વાતચીત કરતા તે શખ્સે મેસેજ કરનાર મહિલા જ હોવાનું સમજી મેસેજ કર્યો હતો કે, ‘હું તમને પ્રેમ કરું છું, મારે તમને જોવા છે, તમે વીડિયો કોલ કરો, મારે તને મળવું છે.’ આવા સતત મેસેજથી કંટાળી મહિલાના પતિએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેસેજ કરનારના મોબાઇલ નંબર શોધી કાઢ્યા હતા અને મેસેજ કરનાર દેરડી કુંભાજીનો કાંતિ દેવજી મકવાણા હોવાનું સ્પષ્ટ થયું હતું.
અંતે આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના જમાદાર દિપકભાઈ પંડિતે ગુનો નોંધ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ મકવાણની રાહબરીમાં ટીમે આરોપી કાંતિની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપી અપરિણીત અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોવાનું જણાવ્યું હતું. વધું કોઈ મહિલાની પજવણી કરી છે કે તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.