ધ્રાંગધ્રાનાં મફતીયા પરા વિસ્તારના સુપ્રસિદ્ધ શીતળા માતા મંદિરે ત્રીજી વખત ચોરીની ઘટના બની
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત શીતળા માતાનું મંદિર સુપ્રસિદ્ધ મંદિર છે તેમજ ધ્રાંગધ્રા પંથકમાં અનેક ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર પણ છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ મંદિરમાં બીજી વખત થઇ ને કુલ ત્રીજી વાર આ મંદિરમાં ચોરીની ઘૃણાસ્પદ અને શરમજનક ઘટના સામે આવી છે હાલ મંદિરના પૂજારી દ્રારા પોલીસ સમક્ષ અરજી મારફતે ફરિયાદ નોંધાવી છે મફતિયાપરા વિસ્તાર સ્થિત પોલીસના બીટ જમાદારોની કામગીરી નિષ્ક્રિય દેખાઈ આવી છે છ મહિનામાં બીજી વાર ચોરી જેવી ઘટના છતાંય આરોપી પકડાતા નથી અને આ બીટમાં દેશી, વિદેશી દારૂ, ગાંજા અને જુગાર જેવી પ્રવૃતિઓ તેમજ બંધ બારણે અસામાજિક તત્વોને છૂટો દોર અપાતો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે જો કે આ બીટ જમાદારો ઉપર કબ્જા કરતાં અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપવાની ફરિયાદ ગૃહ મંત્રાલય સુધી ગાજી છે પણ લાગવગનાં જોરે ફેવિકોલ માફક ચિપકેલા રહી સમાજમાં કાયદો વ્યવસ્થા જાળવવાનાં બદલે ગુંડા ઉભા કરવામાં યોગદાન આપતાં હોવાની રાવ સામે આવી છે એક તકે શીતળા માતા મંદિરે ફરી ચોરી થતા ધ્રાંગધ્રા વાસીઓ ઉગ્ર રોષે ભરાયા છે જો કે ચોરો દ્રારા મંદિરના સીસીટીવી, રિસીવર, મંદિરની તમામ દાનપેટીઓ અને ચાંદીના વાસણોની ચોરી કરવામાઁ આવી છે ત્યારે છેવાડાનાં વિસ્તારોમાં રાત્રી પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉભા થયા છે હાલ મંદિરના પૂજારી દ્રારા પોલીસ સમક્ષ અરજી મારફતે ફરિયાદ નોંધાવી છે ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનારને તત્કાલ પકડી કાયદાનો કડક પાઠ ભણાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.