*કમોસમી વરસાદને ધ્યાને લઈ ખેડૂત મિત્ર જોગ સંદેશ* - At This Time

*કમોસમી વરસાદને ધ્યાને લઈ ખેડૂત મિત્ર જોગ સંદેશ*


*કમોસમી વરસાદને ધ્યાને લઈ ખેડૂત મિત્ર જોગ સંદેશ*
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા. ૦૨/૦૫/૨૦૨૩ થી ૦૫/૦૫/૨૦૨૩ સુધી ગુજરાતમાં માવઠાની અમદાવાદ, આણંદ, બનાસકાંઠા,દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરત, વલસાડ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે કમોસમી વરસાદ ની આગાહી થયેલ છે. જેથી આવા સમયે વાદળછાયું વાતાવરણ ને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.કમોસમી વરસાદથી થતા પાક નુકશાની થી બચવા માટે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા ની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવા.જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે.
એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો. “ અગમચેતી એ જ સલામતી” એમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત હિંમતનગર સાબરકાંઠાની અખબારી યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.