ધંધુકા નગરપાલિકા દ્વારા પ્રજાજનો ઉપર કમરતોડ વેરા વધારો ઝીંક્યો
ધંધુકા નગરપાલિકા દ્વારા પ્રજાજનો ઉપર કમરતોડ વેરા વધારો ઝીંક્યો
પ્રાથમિક સુવિધાઓ આપવામાં ઉણી ઉતરેલી
વિકાસકાર્યો કરવામાં નિષ્ફળ સત્તાધીશોની ઉઘાડી લૂંટ સામે પ્રજા પણ લડત આપવા મક્કમ
ધંધુકા નગરપાલિકાએ શહેરીજનો પર અસહ્ય કરવેરો ઝીંકી દેતા રોષ ફેલાયો છે. શહેરીજનોને પુરતી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં નિષ્ફળ નિવડેલ નગરપાલિકાએ કારમી મોંઘવારીમાં પાણી, સ્વચ્છતા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટના વેરાની રકમમાં ખુબ જ મોટા પ્રમાણમાં વેરો વધારો કરવાની તજવીજ હાથ ધરી છે.
ધંધુકા નગરપાલિકાના સત્તાધીશો વિકાસ કાર્યો કરવામાં સંદતર નિષ્ફળ નિવડયા છે ત્યારે નાગરિકો પર કરવેરા વધારીને આથક કમર ભાંગી નાખી છે. શહેરમાં રોડ, રસ્તા,ગટર, પાણી, સ્વચ્છતા અને સ્ટ્રીટ લાઈટના ઠેકાણા નથી. શહેરના મોટાભાગના માર્ગો તૂટી ગયા છે. ખાડા પડી જતા અકસ્માત સર્જાય છે. જાહેર માર્ગોે અને આંતરિક રોડ અને સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં છે. અનેક ઠેકાણે ગટરો ઉભરાઈ રહી છે. પાલિકાના નળમાંથી ડહોળું પાણી આવતું હોવાની ફરિયાદ વ્યાપક બની છે. આ ઉપરાંત ચારેકોર ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. આ તમામ પ્રાથમિક સુવિધાઓ આપવામાં કલોલ નગરપાલિકા ઉણી ઉતરી છે. આ સંજોગોમાં રહેણાંક અને બિન રહેણાંક એકમો પર કમરતોડ વેરો લાદી દીધો છે.
ધંધુકા નગરપાલિકા દ્વારા કરવેરા વધારવા માટે ઠરાવ મુકવામાં આવ્યો હતો. જેનો વિપક્ષના સભ્યો દ્વારા વિરોધ કરાયો હતો. ધંધુકા શહેરના નાગરિકોની સુવિધાઓ માટે કરવેરા વધારવાની દલીલ કરવામાં આવે છે. જોકે આટઆટલા વેરા વસુલ કર્યા બાદ પણ શહેરમાં નોંધપાત્ર વિકાસ દેખાતો નથી. આ સંજોગોમાં પ્રજા દ્વારા નગરપાલિકાના નિર્ણયનો વ્યાપક વિરોધ થાય તેવી શક્યતા છે. ધંધુકા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં છે ત્યારે કરવેરા બાબતે પણ વિવાદ વકરે તેવી શક્યતા છે. બીજી તરફ પ્રજા પણ આગામી સમયમાં નગરપાલિકાની લુંટ વિરુદ્ધ લડત આપે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. જેમાં ક્રમ નં.૧ થી ૯ માં ખુબ જ મોટા પ્રમાણમાં વેરો વધારો કરાયો છે. જયારે દિવાબત્તીવેરામાં રહેણાંકની તમામ મિલ્કતમાં જુના દર રૂા ૨૦ હતા તેના રૂા ૧૦૦ નવા સુધારેલા દર કરવામાં આવેલ છે. એટલે કે, લગભગ ૫૦૦ ટકા જેટલો વેરો વધારો કરવામાં આવતા શહેરીજનોમાં નગરપાલિકાની સામે પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે. પાલિકા દ્વારા બિન રહેણાંકની તમામ મિલ્કતમાં જુના દર રૂા ૨૦ ના રૂા ૧૫૦ નો નવો દર જાહેર કરાયેલ | છે એટલે કે, લગભગ ૭૫૦ ટકા જેટલો વધારો કરાયો છે. જયારે અન્ય કોઈ વેરો પહેલા લેવાતો ન હતો.જે હવે રૂા ૧૦૦ કરાયો છે. જયારે સામાન્ય પાણીવેરાના દર રહેણાંકની તમામ મિલ્કતના દર રૂા ૨૦ | હતા જે રૂા ૮૦ એટલે કે, ૪૦૦ ટકાનો વધારો કરાયેલ છે. અન્ય રૂા ૨૦ હતા.તે વધારીને રૂા ૮૦ કરાયેલ છે. એટલે કે, લગભગ ૪૦૦ ટકાનો વધારો કરાયો છે. તેમજ સફાઈવેરાના રહેણાંક તમામ મિલ્કતના રૂા ૭માં રૂા ૧૫૦ નો વધારો ઝીંકાયો છે. અન્ય રૂા૭માં વધારીને રૂા.૧૦૦નો વધારો કરાયો છે. જયારે ભૂગર્ભ ગટરના વેરાઓ ક્રમ નં.૧ થી ૮ માં વધારો કરાયો છે.
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.