ખનીજ ચોરો એ પહોચાડેલ નુકસાન મંદિરો નો પ્રવાશન સ્થળ તરીકે વિકાસ થશે
*ખનીજ માફીયાઓ એ જે ઐતિહાસિક મંદિરોને નુકસાન કરેલ તેનો પ્રવાસન સ્થળ તરીકે કરાશે વિકાસ*
*સત્ય હકીકત એ છે કે ખનીજ માફીયાઓ દ્વારા પહોંચેલ નુકસાન ઢાંકવા નો એક પ્રયાસ છે તંત્ર દ્વારા*
----------------------------
ખનીજ માફીયાઓ એ મોટું નુકસાન પહોચાડી ચુકયા છે બાદ પ્રવાશન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે જેમાં મુનીનું દેવળ જામવાળી થાનગઢ વિસ્તાર માં આવેલ છે જે પુરાતત્ત્વ વિભાગ હેઠળ આરક્ષિત સ્મારક ધરાવે છે તેમાં મંદિર અંદર ખોદકામ કોઈ અસામાજિક તત્વો એ આજથી ચાર વર્ષ પહેલાં કરેલું જેમાં શિવલિંગ તોડી પાડવામાં આવેલ અને દશ ફુટ ખાડો ખોદી છીનભિન કરી નાખવામાં આવેલ ત્યારે અમોએ આ બાબતે પુરાતત્ત્વ વિભાગ રાજકોટ ને જાણ કરેલ અને પોલીસ કેસ નોધાયો અને આરોપી ઝડપાયા બાદ ખનીજ માફીયાઓ એ સતત જીલેટીન વિસ્ફોટ થકી મંદિર ને મોટું નુકસાન પહોચાડી ચુકયા છે તે બાબતે રાજકોટ ફરીયાદ કરેલ પરંતુ એકપણ કેસ દાખલ કર્યો નહીં અને હવે તેનો વિકાસ કરવાની વાત થાય છે
બીજું સુપ્રસિધ્ધ તરણેતર મંદિર કે જેની નજીક આવેલ તળાવ ખનીજ સંપદાઓ થી ભરપૂર હતું તેનો સમાવેશ સુજલામ સુફલામ યોજના હેઠળ કરવામાં આવેલ અને ખનીજ માફીયાઓ ના હવાલે કરવામાં આવેલ તેનું કામ ખાતમુર્હુત મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કરેલ અને ૫૦૦ કરોડ ની ખનીજ ચોરી સુજલામ સુફલામ યોજના હેઠળ કરવામાં આવી જેમાં કોલસો ખનીજ મુખ્યત્વે હતું બાદ ૨૦૨૪ માં ફરી બ્લાસ્ટ કરી ખનીજ ચોરી શરૂ થઈ અને પોલીસ કેસ પણ દાખલ થયો પરંતુ આરોપી કોઈ જડપાયા નહીં તરણેતર ના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ને બ્લાસ્ટ ના કારણે મોટુ નુકશાન હાલ પણ જોઈ શકાય છે અહીં ગુજરાત નો સુપ્રસિધ્ધ તરણેતર નો મેળો ભરાય છે પુરાતત્ત્વ વિભાગ હેઠળ આરક્ષિત સ્મારક ધરાવે છે
આ બંને મંદિર ને મોટું નુકસાન થઈ ચુકયા છે ત્યાં સુધી ગુજરાત સરકાર કે પુરાતત્ત્વ વિભાગ દ્વારા કોઈ જાળવણી કરવામાં આવેલ નહીં હવે ખનીજ માફીયાઓ થકી થયેલ નુકસાન નો ઢાંક પિછોડા કરવા માટે પ્રવાસન સ્થળ વિકાસ હેઠળ આવરી લેવામાં આવશે નો નિર્ણય કરાયો છે
આવી જ રીતે થાનગઢ પાસે ના જુના સુરજદેવળ મંદિર ને મોટું નુકસાન થઈ ચુકેલ છે અને તેની અનેક ફરિયાદ અમોએ કરેલ છે આરોપી વિરૂદ્ધ પુરાતત્ત્વ વિભાગ મામલતદાર થાનગઢ ખાણ ખનીજ વિભાગ પગલાં ભરેલા આરોપી ને ૨.૨૮ કરોડનો દંડ પણ નોટીસ આપવામાં આવેલ પરંતુ આજદિન સુધી કોઈ પગલાં ભરેલ નથી હાલ અત્યારે પણ ખનીજ ખોદકામ ચાલુ છે આ જુના સુરજદેવળ મંદિર પણ પુરાતત્ત્વ વિભાગ હેઠળ આરક્ષિત સ્મારક ધરાવે છે કેન્દ્ર સરકાર હેઠળ
આરક્ષિત સ્મારક થી ગાઈડલાઈન મુજબ ૩૦૦ થી ૫૦૦ મીટર સુધી કોઈ ખોદકામ કરી શકે નહીં પરંતુ અહીંયા તો ખોદકામ ફક્ત ૫૦ મીટર દૂર થાય છે અને જિલેટીન વિસ્ફોટ થાય છે મંદિર ને મોટા મા મોટું નુકસાન અહીંયા જોવા મળે છે
એટલે ખનીજ માફીયાઓ દ્વારા થયેલ સ્મારક ને નુકસાન ઢાંકવા માટે નો એક પ્રયાસ છે તેનું નામ છે
-પ્રવાશન સ્થળ વિકાસ -
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.