વિરપુર સી.એચ.સી અને બે આરોગ્ય કેન્દ્રો પર કાયમી ધોરણે એમ.બી.બી.એસ ડોક્ટરોની નિમણૂક ન કરાતા આરોગ્ય સેવાઓ કથળવાથી લોકોને હાડમારી... - At This Time

વિરપુર સી.એચ.સી અને બે આરોગ્ય કેન્દ્રો પર કાયમી ધોરણે એમ.બી.બી.એસ ડોક્ટરોની નિમણૂક ન કરાતા આરોગ્ય સેવાઓ કથળવાથી લોકોને હાડમારી…


મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાયમી એમબીબીએસ ડોકટરો ન હોવાથી દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડતો હોવાનુ બહાર આવ્યું છે હાલ તાલુકાના કેટલાક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર એમ.બી.બી.એસ ડોક્ટર ન હોવાથી આયુર્વેદીક ડોક્ટરોથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ છે ત્યારે એમ.બી.બી.એસ ડોક્ટરની ભરતી કરવી જરૂરી બની છે જિલ્લા પંચાયત સંચાલિત કુલ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને એક તાલુકા મથકે સીએચસી કેન્દ્ર હાલ ચાલી રહ્યું છે જેમાં ડેભારી અને સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને વિરપુર સીએચસી પર કાયમી ધોરણે એમ.બી.બી.એસ ડોક્ટર નથી આ આરોગ્ય કેન્દ્ર પર આયુર્વેદીક ડોક્ટરોથી સેવા લઈ રોળવામાં આવી રહ્યુ છે જેના કારણે લોકોને પારાવાર મૂશ્કેલી પડી રહી છે થોડા દિવસો અગાઉ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના કેટલાક આરોગ્ય કેન્દ્રો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અનિયમિતતા ઝડપાઈ જતાં જિલ્લામાં એકસાથે ૪૧ આરોગ્ય સ્ટાફની બદલી કરવામાં આવી હતી આ બદલીઓમાં ડેભારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફનો પણ સમાવેશ થાય છે.જેમાં એકસાથે ૮ કર્મચારીઓની બદલી કરાઈ હતી પરંતું આ બદલીમાં એમ.બી.બી.એસ ડોક્ટર અને લેબ ટેકની ડેભારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિમણૂક ન કરવામાં આવતા આરોગ્ય સેવાઓ પર ગંભીર અસરો પડી છે તો બીજી તરફ વિરપુર સી.એચ.સી હોસ્પિટલ ખાતે પણ છેલ્લા કેટલાક મહિનાઓથી એમ.બી.બી.એસ ડોક્ટર બબ્બે પ્રાથમિક આરોગ કેન્દ્ર ફરજ બજાવવા ઉપરાંત મીટીંગો તેમજ સરકારી કાર્યક્રમોમાં પણ જવાનું હોય છે જેથી વિરપુર સીએચસીમા પૂરતો સમય આપી ન શકતા હોવાથી વિરપુર સીએચસી હોસ્પિટલના દર્દીઓને સારવાર માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે તો કેટલાક દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલના સરણે જવું પડે છે ઉપરાંત સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પણ છેલ્લા બે વર્ષથી બોન્ડેડ ડોક્ટરથી આરોગ્ય કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે જે ડોક્ટરનો બોન્ડ પુર્ણ થતા ક્યારે છોડી જતા રહે તે અનિચ્છીત કહી શકાય ત્યારે તાલુકાના આરોગ્ય કેન્દ્રો પર કાયમી ડોક્ટર ન હોવાથી આરોગ્ય સેવાઓ ખોરવાઈ છે સાથે સાથે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ઉપરાંત દર્દીઓને ઇંજેક્ટબેલ સારવાર આપાતી નથી તેમજ કેટલીક જગ્યાએ સગર્ભા માતાઓને આયન સુક્રોઝના બોટલ પણ અપાતા નથી તેમજ હાલ ચોમાસાની ઋતુમાં ઝાડા ઉલ્ટી તેમજ તાવના કેસોમા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો એમ.બી.બી.એસ ડોક્ટર વિના કેમ ચાલતા હશે તે મોટો પ્રશ્ન ઉઠવા પામ્યો છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારોના લોકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટરોની હાજરીની માગ કરી રહ્યા છે. ત્યારે વહિવટી તંત્રએ તાત્કાલિક આરોગ્ય કેન્દ્રો પર એમ.બી.બી.એસ ડોક્ટરો અને લેબ ટેકની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે...

રિપોર્ટર .પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.