બનાસકાંઠાના ભાભર માં ચોરી ભાભરની સરસ્વતી પાર્ક સોસાયટીના મકાનમાં 10 લાખ રોકડા 30 ગ્રામ સોનાની ચોરી - At This Time

બનાસકાંઠાના ભાભર માં ચોરી ભાભરની સરસ્વતી પાર્ક સોસાયટીના મકાનમાં 10 લાખ રોકડા 30 ગ્રામ સોનાની ચોરી


પોલીસનુ નાઇટ પેટ્રોલીંગ તેમજ હોમગાર્ડના પોઇન્ટ વધારવા નગરજનોની માંગ ઉઠવા પામી છે.

ભાભરમા ચોરીઓનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે તાજેતરમાં ભાભરમા ત્રણથી વધુ ચોરીઓ થવા પામી હતી જેનો ભેદ ઉકેલાયો કે નહીં તેની સાહી હજુ સકાઇ પણ નથી.ત્યાં ગત શનિવારની રાત્રે તસ્કરોએ વધુ એક ચોરીને અંજામ આપતા શહેરમાં ભય સાથે ચકચાર મચી જવા પામી છે..
ભાભરમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશભાઇ ભેમાભાઇ સુથારના મકાનમાં ગત શનિવારની રાત્રે ચોરી થયેલ મકાન માલિક દિનેશભાઇ સુથારના જણાવ્યું મુજબ રાત્રે તેઓ પોતાના મકાનની છત પર સુઇ રયા હતા ત્યારે રાત્રે કોઇ અજાણ્યા ઇસમો એ ઓશિકા નીચે રાખેલ થેલો જેમાં ૧૦ લાખ રૂપિયા ભરેલ હતા જે થેલો તસ્કરો ચોરી ગયેલ તેમાં રહેલ ચાવીઓ વડે મકાનના દરવાજા ખોલી મકાનમાં સામાન વેરવિખેર કરીને ૩૦ ગ્રામ સોનાની લગડી જેની કિંમત અંદાજે ૨ લાખ એમ કુલ ૧૨ લાખની ચોરી કોઈ અજાણ્યા ઇસમો કરી જતાં આ બાબતે પોલીસને જાણ કરવામાં આવેલ પોલીસે જરૂરી તપાસ કરી અજાણ્યા ઇસમો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન તેજ કર્યા હોવાનું જાણવા મળેલ વધુ માં પોલીસ તપાસ બાદ જ કેટલીક ચોરી થઇ છે તે સત્ય હકીકત બહાર આવશે.?


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.