પિતાના ઘરે આપઘાત કરનાર પરિણીતાને સાસરિયાનો ત્રાસ હોવાનું ખુલ્યું: સ્યુસાઇડ નોટ મળી આવી
મોચી બજારમાં પિતાના ઘરે આપઘાત કરનાર પરિણીતાને સાસરિયાનો ત્રાસ હોવાનું સામે આવ્યું હતું. મૃતક પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં સાસરિયાનો ત્રાસથી પગલું ભર્યાંનો ઉલ્લેખ સામે આવતાં મૃતકના પતિ, સાસુ અને બે નણંદ સામે એ.ડિવિઝન પોલીસ મથકમાં મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના મોચી બજાર તિલક પ્લોટ શેરી નંબર 1 માં માવતરના ઘરે રહેતી રીના પ્રદીપભાઈ વાણીયા (ઉ.વ.30) નામની પરિણીતાએ ગત તા.17/12 ના રાત્રિના ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પરણીતા બે બહેન એક ભાઈના પરિવારમાં મોટી હતી. તેણીના છ માસ પૂર્વે તા.8/ 5/2023 ના થોરાળાના વિજયનગરમાં રહેતા પ્રદીપ કરસન વાણીયા સાથે લગ્ન થયા હતા.
આ બનાવ અંગે પરિણીતાના પિતા મનુભાઈ નાથાભાઈ સોલંકી (ઉ.વ.59)(રહે.મોચી બજાર શેરી નંબર 1) દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં પોતાની દીકરીના પતિ પ્રદીપ કરશનભાઈ વાણીયા, સાસુ પ્રભાબેન, નણંદ ટીનુ અને તૃપ્તિ સામે ફરિયાદ નોંધાવી છે મનુભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 17/ 12 ના રાત્રીના 8:30 વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે રસોડામાં તેમની દીકરી રિના અચાનક ઉલટી કરવા લાગતા તેને આ બાબતે પૂછતા કંઈ જવાબ આપ્યો ન હતો.
દરમિયાન અહીં કપડાની એક થેલી પડી હોય તે ચેક કરતા તેમાં ઘઉંમાં મુકવાની ઝેરી પડીકી હોય જેથી રીનાએ ઝેર પીધાનું માલુમ પડ્યું હતું. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અંતિમવિધિ થઈ ગયા બાદ મગનભાઈને તેમની દીકરી કોમલે વાત કરી હતી કે, રીનાએ લખેલી ચીઠી આજરોજ સવારમાં તેના કપડામાંથી મળી આવી હતી. જેમાં પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસનો ઉલ્લેખ હતો.
મગનભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દીકરીને પતિ પ્રદીપ, સાસુ પ્રભાબેન અને બંને નણંદ મેણા ટોળા મારતા હતા.તારા પિયરએથી આણામાં કપડાં તેમજ દાગીના ઓછા આપ્યા છે.તને રસોઈ કામ આવડતું નથી તું ગાડી છો.
આ વાત દિકરી માતરને કરતા તેનો ઘરસંસાર ન બગડે તે માટે દીકરીને સમજાવી પરત મોકલી દેતા હતાં.દરમિયાન તા.15/9/2023 ના રીનાની તબીયત બગડતા તે માવતરના ઘરે આવી હતી.ત્યારથી તે અહીં માવતરના ઘરે જ રહેતી હતી.દરમિયાન તેણે સાસારીયાના ત્રાસથી આ પગલું ભરી લીધું હતું.આ અંગે રીનાના પિતાની ફરિયાદ પરથી પોલીસે તેણીના પતિ પ્રદીપ સહિતના સામે આઇપીસીની કલમ 498(ક),306,114 અને દહેજ પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.પીએસઆઇ બી.એચ.પરમાર તથા સ્ટાફે આરોપીઓને ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.