જસદણના જૂના પીપળિયા પાસે ભાદર નદી પર કોઝવે રેન બસેરા પેવર બ્લોક સહિત ત્રિવિધ કામોનું લોકાર્પણ ખાતમુરત કરતા કેબિનેટ મંત્રી બાવળીયા - At This Time

જસદણના જૂના પીપળિયા પાસે ભાદર નદી પર કોઝવે રેન બસેરા પેવર બ્લોક સહિત ત્રિવિધ કામોનું લોકાર્પણ ખાતમુરત કરતા કેબિનેટ મંત્રી બાવળીયા


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જૂના પીપળીયા પાસેથી વહેતી ભાદર નદી પર 40 લાખનાં ખર્ચ કોઝવે નવો બનશે. જેનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનાં - હસ્તે કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં કામ શરૂ થશે. આ ઉપરાંત રામદેવપીરના મંદિરેન રેન બસેરા તેમજ પેવર બ્લોક રોડ નું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. નદી પર કોઝવે બનાવવાની માગણી ગામ લોકો ઘણા સમયથી કરી રહ્યા હતા. કેમકે લોકોને સામા કાંઠે જવું હોય તો આ જ કોઝવેનો ઉપયોગ કરવો પડતો હતો. ચોમાસામાં આ કોઝવે પર સતત પાણી વહેતું હોવાથી લોકોના નદીમાં પડી જવાના કે અકસ્માત થવાના બનાવો વધી રહ્યા હતા. આથી જર્જરિત બની ગયેલા આ કોઝવેને નવો બનાવવા લાંબા સમયથી માગણી કરાતી હતી જે બાબત મંત્રીના ધ્યાને આવતાં મંત્રીએ આ કોઝવે મંજૂર કરાવ્યો હતો. તેમજ ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રામદેવપીરના મંદિરે રેન બશેરાનું લોકાર્પણ કરાયું હતું. તેમજ જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક રોડનું પણ ખાતમુરત કરાયું હતું. આ સમયે જિલ્લા પંચાયતમાં સદસ્ય વિનુભાઈ ધડુક, તાલુકા પંચાયતના સદસ્ય લલિતભાઈ મારકણા, તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, તેમજ જુના પીપળીયા ના આગેવાનો રમેશભાઈ સાકરીયા, ભરતભાઈ વડોદરિયા, અનકભાઈ વાળા, આજુબાજુના ગામના સરપંચો આગેવાનો અને સિંચાઈ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. અને જુના પીપળીયા ગામ આજુબાજુ પંથકના ખેડૂતો આગેવાનો દ્વારા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા નો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.