સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે બોટાદ જિલ્લા ના માંડવધાર ગામે સફાઈ કામગીરી હાથ ધરાઈ - At This Time

સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે બોટાદ જિલ્લા ના માંડવધાર ગામે સફાઈ કામગીરી હાથ ધરાઈ


(અજય ચૌહાણ દ્વારા)
સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો સ્વૈચ્છાએ જોડાઈને જાણે વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત મિશનને સાકાર કરવા એકજૂટ બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે. ગામે ગામ સ્વચ્છ ભારત મિશન હાથ ધરવામાં આવી રહ્યુ છે, ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. માંડવધાર ગામના તમામ જાહેર સ્થળો, રસ્તાઓ અને શાળા પ્રાંગણમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો સહિત આંગણવાડી સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાનમા શ્રમદાન કરીને સ્વચ્છતા હી સેવામાં યોગદાન આપ્યુ હતુ. અને ગામને સ્વચ્છ બનાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.