કેજરીવાલને મોટો ઝટકો:આગામી સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી ટળી, CBIએ જવાબ દાખલ કરવા સુપ્રીમ પાસે સમય માગ્યો - At This Time

કેજરીવાલને મોટો ઝટકો:આગામી સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી ટળી, CBIએ જવાબ દાખલ કરવા સુપ્રીમ પાસે સમય માગ્યો


સુપ્રીમ કોર્ટે લિકર પોલિસી કેસ સંબંધિત CBI કેસમાં સીએમ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે. કોર્ટે 14 ઓગસ્ટે થયેલી સુનાવણીમાં તપાસ એજન્સી પાસેથી જવાબ માગ્યો હતો. સીબીઆઈએ શુક્રવારે કોર્ટને કહ્યું કે તેમણે એક કેસમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે જ્યારે બીજા કેસમાં જવાબ આપવા માટે તેને વધુ સમયની જરૂર છે. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું- એક કેસમાં સીબીઆઈનો જવાબ બુધવારે રાત્રે 8 વાગ્યે મળી ગયો છે. એજન્સીની અપીલ પર કોર્ટે સીબીઆઈને એક સપ્તાહનો સમય આપ્યો છે. 14 ઓગસ્ટે CBI કેસમાં કેજરીવાલની બીજી અરજી પર સુનાવણી થઈ. આ અરજી સીબીઆઈ દ્વારા ધરપકડના વિરોધમાં હતી. કેજરીવાલ વિરુદ્ધ ED અને CBI કેસ ચાલી રહ્યો છે. તેમને ઈડી કેસમાં જામીન મળી ચૂક્યા છે. સીબીઆઈ કેસમાં તે જેલમાં છે. સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની લિકર પોલિસી કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરી હતી. હાલ તે તિહાર જેલમાં બંધ છે. કેજરીવાલના વકીલની દલીલઃ મની લોન્ડરિંગ એક્ટમાં જામીન મળ્યા છે તો સીબીઆઈ કેસમાં કેમ નહીં?
કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને જણાવ્યું કે મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 45ની કડક જોગવાઈઓ હોવા છતાં દિલ્હીના મુખ્યમંત્રીને ત્રણ વખત જામીન આપવામાં આવ્યા છે. તેમણે 10 મે અને 12 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા વચગાળાના જામીન અને 20 જૂને PMLA કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલા નિયમિત જામીનનો પણ ઉલ્લેખ કર્યો હતો. સિંઘવીએ કહ્યું- આવી સ્થિતિમાં કેજરીવાલને જામીન મળવા જોઈએ. કેજરીવાલને 12 જુલાઈએ ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા
સુપ્રીમ કોર્ટે 12 જુલાઈના રોજ ED મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. જામીન આપતા જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે કેજરીવાલ 90 દિવસથી જેલમાં છે. તેથી તેમને મુક્ત કરવા સૂચના આપવામાં આવી છે. અમે જાણીએ છીએ કે તેઓ ચૂંટાયેલા નેતા છે અને તેમણે મુખ્ય મંત્રી રહેવું છે કે નહીં તે નક્કી કરવાનું છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે અમે આ કેસને મોટી બેંચમાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ. ધરપકડની નીતિ શું છે, તેનો આધાર શું છે. આ માટે અમે આવા 3 પ્રશ્નો પણ તૈયાર કર્યા છે. જો મોટી બેન્ચ ઇચ્છે તો કેજરીવાલના વચગાળાના જામીન પર ફેરફાર કરી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.