રાજકોટમાં 3 વર્ષીય માસૂમે પાર્કિંગમાં લિફ્ટ નીચે દબાઈને જીવ ગુમાવ્યો, ચીસ સાંભળી લોકો પણ દોડી આવ્યા
રાજકોટ શહેરમાં વધુ એક દુર્ઘટનામાં લિફ્ટ નીચે 3 વર્ષની બાળકી ફસાઈ જવાથી મૃત્યુ પામી છે. શહેરના પંચાયત ચોક નજીક શિવશક્તિ સોસાયટી રોડ પર આવેલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લિફ્ટ નીચે ફસાઈ જવાથી બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. છેલ્લા 5 મહિનાથી એપાર્ટમેન્ટમાં રહેવા આવેલા અને ચોકીદારી કરતાં નેપાળી પરિવારની 3 વર્ષની દીકરી પાર્કિંગમાં રમતી હતી ત્યારે લિફટનો દરવાજો કોઇ કારણોસર ખૂલી ગયો હતો, પરંતુ લિફટ ન હોવાથી બાળકી નીચે ગબડીને પડી હતી. એ પછી ઉપરથી અચાનક લિફટ આવતાં અંદર રહેલી આ બાળકી ચગદાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.