ભિલોડાના ગલીસીમરો ગામમાં માતાની આંખ સામે પુત્રની હત્યા
અરવલ્લી જિલ્લામાં સામાન્ય ઝથડામાં હત્યા કરતા લોકો ખચકાતા નથી. માલપુરના ભેમપોડા ગામમાં આધેડની હત્યાની શાહી સુકાઈ નથી ત્યારે જિલ્લામાં હત્યાની વધુ એક ઘટના બનતા ભારે ચકચાર મચી છે. ભિલોડા તાલુકાના ગુકાના ગલીસીમરો ગામમાં જમીનની અદાવતમાં બે શખ્સોએ રાત્રિના સુમારે એક આધેડની ઘરની બહાર ખેંચી જઈ ગડદા પાટુનો માર મારી છરો હુંલાવી દઈ હત્યા કરી ફરાર થઈ જતા માતાની આંખો સામે પુત્રની હત્યા થતાં નિ:સહાય બની હતી. રાત્રિના સુમારે આખી રાત પુત્રના લોહીલુહાણ મૃતદેહ આગળ વૃદ્ધા બેસી રહેવા મજબૂર બન્યા હતા. સવારે કુટુંબીજનો આવતા શામળાજી પોલીસને જાણ કરતા શામળાજી પોલીસ તાબડતોડ સ્થળ પર દોડી આવી મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.