ISKCONને ભારતમાં બેન કરી દેવું જોઈએ:USના હ્યુસ્ટનમાં ભગવાન વિના જ રથયાત્રા કાઢવામાં આવી, જગન્નાથપુરીમાંથી ISKCON પર પ્રતિબંધની માગ ઊઠી
હ્યુસ્ટનમાં 9 નવેમ્બરના રોજ ઇસ્કોન રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ રથયાત્રાને લઈને ઇસ્કોનની આલોચના થઈ રહી છે. જોકે આ પહેલાં જ ઇસ્કોનને ઓડિશા સરકાર અને પુરીના ગજપતિ મહારાજને આશ્વાસન આપ્યું હતું કે નક્કી સમય સિવાય રથયાત્રાનું આયોજન કરવામાં આવશે નહીં. અમેરિકાના હ્યુસ્ટનમાં રથયાત્રા કાઢવામાં આવી, જેમાં ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી, પરંતુ એમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ રાખવામાં આવી હતી નહીં. ઇસ્કોનના 'ફેસ્ટિવ ઓફ બ્લિસ' દરમિયાન આ પરેટનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પછી ઓડિશા સરકાર અને શ્રદ્ધાળુઓએ પણ આ કાર્યક્રમની આલોચના કરી હતી. પુરીના ગોવર્ધન પીઠના પ્રવક્તા માતૃપ્રસાદ મિશ્રાએ કહ્યું હતું કે આ કાર્યક્રમ ધર્મ વિરુદ્ધ હતો. તેમણે કહ્યું હતું કે ભારતમાં ઇસ્કોન બેન કરી દેવું જોઈએ. મિશ્રાએ કહ્યું, હ્યુસ્ટનમાં ISKCONએ લેખિતમાં આશ્વાસન આપ્યું હતું કે તેઓ ખોટા સમયે રથયાત્રાનું આયોજન કરશે નહીં. તેમણે અમારા ધર્મ સાથે ષડયંત્ર કર્યું છે. ઓડિશાના કાયદામંત્રી પૃથ્વીરાજ હરિચંદને કહ્યું હતું કે આ મામલે શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન જ કોઈ નિર્ણય કરશે. જોકે મંદિર જે પણ નિર્ણય લેશે રાજ્યની સરકાર એનું સમર્થન કરશે. ત્યાં જ હ્યુસ્ટન ઇસ્કોન તરફથી વેબસાઇટ પર નિવેદન આપવામાં આવ્યું છે કે પહેલા મંદિરે પ્રતિમાઓ સાથે રથયાત્રા કરવાનો વિચાર કર્યો હતો. જોકે સ્થાનિક લોકોએ પણ એ અંગે ચિંતા વ્યક્ત કરી તો આ યોજનામાં પરિવર્તન કરવામાં આવ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઉત્સવમાં આવનારા શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથનાં દર્શન કરવા ઇચ્છે છે. ત્યાં જ પરંપરાનું પણ સન્માન કરવું જરૂરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે આવતા મહિને ઇસ્કોન અને પુરીના પદાધિકારીઓ વચ્ચે મિટિંગ થશે અને જે પણ સહમતી બનશે એ પ્રમાણે કાર્ય કરવામાં આવશે. પારંપરિક કેલેન્ડર અને શ્રદ્ધાળુઓની ઇચ્છા બંનેનું ધ્યાન રાખીને કોઈ રસ્તો કાઢવો જોઈએ. રથયાત્રા વિવાદ શું છે?
ઇસ્કોન તરફથી 9 નવેમ્બરના રોજ હ્યુસ્ટનમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવશે. જ્યારે આ પહેલાં ઇસ્કોને કહ્યું હતું કે તેઓ ભારતની બહાર કસમયે રથયાત્રાનું આયોજન કરશે નહીં, પરંતુ આ આશ્વાસન આપ્યા છતાંય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં ઇસ્કોનમાં ભગવાન જગન્નાથના રથની એક પ્રતિકૃતિ પરેટમાં સામેલ કરવામાં આવી, પરંતુ એમાં ભગવાન જગન્નાથ, ભગવાન બળભદ્ર, દેવી સુભદ્રા અને સુદર્શન ચક્રની મૂર્તિઓ સામેલ હતી નહીં. આ આયોજન ઇસ્કોનના આનંદ ઉત્સવ હેઠળ કરવામાં આવ્યું હતું. ઇસ્કોન તરફથી શું કહેવામાં આવ્યું
હ્યુસ્ટન ઇસ્કોનના પ્રમુખ સારંગ ઠાકુર દાસે સંસ્થાની વેબસાઇટ પર એક નિવેદન અપલોડ કર્યું છે, જેમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે અમે પહેલા દેવતાઓ સાથે રથયાત્રાનું આયોજન કરવા ઇચ્છતા હતા, પરંતુ સ્થાનિક લોકોએ ચિંતા વ્યક્ત કરી. એ પછી યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો. અમારા ઉત્સવનું ધ્યેય લોકોને જગન્નાથ ભગવાનનાં દર્શનની તક આપવાનો હતો. ઇસ્કોનના અધિકારી આ મુદ્દે પુરીના અધિકારીઓ સાથે મિટિંગ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.