વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે પરિક્રમા મેળાની સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે વેરાવળ-ગાંધીગ્રામ ટ્રેનની ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે
વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે પરિક્રમા મેળાની સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે
વેરાવળ-ગાંધીગ્રામ ટ્રેનની ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે
જૂનાગઢમાં પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 09556 વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી રાત્રે 21.20 કલાકે ઉપડે છે અને બીજા દિવસે સવારે 8.00 કલાકે ગાંધીગ્રામ પહોંચે છે. આ ટ્રેન તેના રૂટમાં માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટશનો પર ઉભી રહે છે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ છે. આ ટ્રેનના જનરલ કોચ અને SLRD કોચ અનરિઝર્વ્ડ તરીકે ચાલે છે, જેની ટિકિટ UTS કાઉન્ટર પરથી મળે છે અને નિયમાનુસાર આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થાય છે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ દરરોજ 08.11.2024 થી ચાલી રહી છે અને 18.11.2024 સુધી ચાલશે.
2. ટ્રેન નંબર 09555 ગાંધીગ્રામ-વેરાવળ વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી સવારે 10.10 વાગ્યે ઉપડે છે અને તે જ દિવસે સાંજે 17.40 વાગ્યે વેરાવળ પહોંચે છે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહે છે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ કોચ છે. આ ટ્રેનના જનરલ કોચ અને SLRD કોચ અનરિઝર્વ્ડ તરીકે ચાલે છે, જેની ટિકિટ UTS કાઉન્ટર પરથી મળે છે અને નિયમાનુસાર આ કોચમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થાય છે. આ ટ્રેન ઉપરોક્ત સમય મુજબ દરરોજ 09.11.2024 થી ચાલી રહી છે અને 19.11.2024 સુધી ચાલશે.
3. ટ્રેન નંબર 09579 રાજકોટ-જૂનાગઢ વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 વાગ્યે ઉપડે છે અને બપોરે 13.00 વાગ્યે જૂનાગઢ પહોંચે છે. એ જ રીતે, બદલામાં, ટ્રેન નંબર 09580 જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી 13.40 કલાકે ઉપડે છે અને 17.05 કલાકે રાજકોટ પહોંચે છે. ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહે છે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેનો તરીકે ચાલી રહી છે અને નિયમાનુસાર આ સ્પેશલ ટ્રેનોમાં સુપરફાસ્ટ મેલ/એક્સપ્રેસનું ભાડું ચાર્જ થાય છે. ઉપરોક્ત બંને ટ્રેનો તેમના નિર્ધારિત સમય મુજબ 08.11.2024 થી ચાલી રહી છે અને 18.11.2024 સુધી દરરોજ દોડશે.
ટ્રેન નંબર 09556 અને 09555 માટે ટિકિટ બુકિંગ પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ છે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.