ઝુપડામાંથી ગભરાઇને ભાગી ગયેલ નાના-નાના ત્રણ બાળકોને શોધી કાઢી પરીવારથી મીલન કરાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્ર સાર્થક કરતી માળીયા હાટીના પોલીસ
જુનાગઢ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓ દ્વારા તેમજ માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ દ્વારા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓની તટસ્થતાપુર્ક તપાસ કરી પ્રાજાજનોને ન્યાય અપાવા તેમજ પ્રજાલક્ષી કાર્યો કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક થાય તેવી કામગીરી કરવા સુચનો થઇ આવેલ
તા.૨૧/૧૧/૨૦૨૩ ના રોજ બપોરના ૦૩/૦૦ વાગ્યાના અરજદાર સાયરભાઇ દેવશીભાઇ પરમાર જાતે-દેવીપુજક રહે-કેશોદ વાળા માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ફરજ ઉપરના પી.એસ.ઓ શ્રી મહેશભાઇ વાઢેર નાઓએ જાણ કરેલ કે તેઓ રેલ્વે ફાટક પાસે રહે છે. અને આજરોજ તેઓ તેમના ત્રણ નાના બાળકો સાથે ગામમાં માંગવા નીકળેલ હતા ત્યારે નાના બાળકો તેનાથી વીખુટા પડી કયાંક જતા રહેલ છે તેવી રજુઆત કરતા આ બાબતે પી.એસ.ઓ.શ્રીએ આ બાબતની પો.સબ ઇન્સ. પી.કે. ગઢવી સાહેબ નાઓને જાણ કરતા પો.સબ ઇન્સ. ગઢવી સાહેબએ કોઇ અનિચ્છનીય બનાવ ન બને જેથી તાત્કાલીક પો.સ્ટે.ખાતે હાજર સ્ટાફ પોલીસ કોન્સ. વિજયભાઇ મેઘાભાઇ બાબરીયા તથા FFWC સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના સભ્ય કૃણાલભાઇ જુઠાણીને જરૂરી માર્ગદર્શન આપી ટીમ બનાવી બાળકોની શોધખોળ કરતા મોડી સાંજના સાડા આઠેક વાગ્યે માળીયા હાટીના વીરડી રોડ ઉપર વિખુટા ત્રણેય નાના બાળકો રોતા મળી આવેલ જેઓ ત્રણેય નાના બાળકો ગભરાયેલ હાલતમાં હોય તેમને સાંત્વના આપી પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના માતાપિતાથી સુખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ છે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.