ગારીયાધાર વહીવટી તંત્ર દ્વારા વિધવા-નિરાધાર મહિલાઓને સહાયનાં હુકમ કરી મા.કલેક્ટરના વરદ હસ્તે મંજુરીના હુકમ આપવામાં આવ્યા
ગારીયાધાર વહીવટી તંત્ર દ્વારા વિધવા-નિરાધાર મહિલાઓને સહાયનાં હુકમ કરી મા.કલેક્ટરના વરદ હસ્તે મંજુરીના હુકમ આપવામાં આવ્યા
ગારીયાધાર તાલુકામાં વિધવા અને નિરાધાર બહેનોને ગુજરાત સરકારની યોજનામાં મળતી દર મહિને સહાય બાબતે તા.૭/૧/૨૦૨૩થીતા.૧૧/૧/૨૦૨૩ સુધી બધાને લાભ મળી રહે તે માટે એક ઝુંબેશ રાખવામાં આવેલ સામાજિક હુંફ સામાજિક દાયિત્વ મળે તે માટે ગામેગામ કર્મચારી દ્વારા કેમ્પ કરી એક ઝુંબેશનાં રૂપમાં કામ કરી કુલ ૮૧ અરજીઓ સ્થળ પર મેળવીને આજ રોજ ૪૯ બહેનોના વિધવા સહાયનાં હુકમ કરી માનનીય કલેક્ટરના વરદ હસ્તે બહેનોને મંજુરીના હુકમ આપી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી
સાથે સાથે મંજુરીના હુકમો લાંબા સમય સચવાઈ રહે તે માટે હુકમો લેમીનેશન કરી આપવામાં આવેલ તેમજ સામાજિક હુંફ મળી રહે તે માટે ગારીયાધાર તાલુકાની વિવિધ સંસ્થાઓ.પદાઅધિકારીઓ તેમજ તાલુકાના તમામ લોકોઓના ખુબ જ સાથ સહકારથી તાલુકાની અંદર મોટા પ્રમાણમાં અરજીઓ મેળવી તેનો નિકાલ પણ આ જ વિકમાં કરી આપવામાં આવશે તેમ ગારીયાધાર મામલતદાર લાવડીયા સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું
રીપોટર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.