વિરપુર બસ સ્ટેશન પાસે બેકાબૂ બનેલા ટ્રકે લારી ગલ્લા ઉડાડ્યા…
મહિસાગર જીલ્લાના વિરપુર બસ સ્ટેન્ડ સામે બેકાબૂ ટ્રકે લારી ગીલ્લા અડફેટે લેતાં ચકચાર મચી જવા પામી હતી મળતી વિગતો અનુસાર વિરપુર બસ સ્ટેશન પાસે આવેલ હાર્ડવેરની દુકાન પર GJ 31 T 4172 નંબર ની એક સિમેન્ટ ભરેલ લોડિંગ ટ્રક ખાલી થઈ રહી હતી તે સમયે ટ્રકમાં અચાનક કોઈ ખામી સર્જાતા ટ્રક બંધ પડી જવાથી ચાલક દ્વારા અન્ય માણસો બોલાવી ટ્રક ધક્કો મારી ચાલુ કરી રહ્યા તે દરમ્યાન ટ્રક ચાલુ થઈ સામે આવેલ ફૂટપાથ પર લારી ગલ્લાઓને ધડાકાભેર ભટકાઈ હતી જેને પગલે બે થી ત્રણ જેટલા ગલ્લાઓને ભારે નુકશાન થવા પામ્યું હતું સાથે બસ સ્ટેશનની દીવાલને પણ નુકશાન થવા પામ્યું હતું આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક લઈ નાસી છૂટ્યો હતો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.