કાલાવડ રોડ પર નશામાં કાર ડિવાઈડર અને બાઈક સાથે અથડાવી : ગુનો નોંધાયો - At This Time

કાલાવડ રોડ પર નશામાં કાર ડિવાઈડર અને બાઈક સાથે અથડાવી : ગુનો નોંધાયો


કાલાવડ રોડ પર ગત રાત્રે નશામાં કાર ડિવાઈડર અને બાઈક સાથે અથડાવી હતી અને જે મામલે ચાલક સામે ગુનો નોંધાયો છે.ફરિયાદમાં હિતેષભાઇ પ્રવિણભાઇ મકવાણા (ઉ.વ.30, રહે. જુના વણકર વાસ, કાલાવાડ રોડ, મોટામોવા રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું સામાજીક કાર્યકર છું. ગત રોજ તા.21/2/2024 ના રોજ રાત્રીના સવા દશેક વાગ્યાની આસપાસ હું મોટા મોવા કાલાવાડ રોડ, સ્મશાન સામે હનુમાન દાદાના મંદિરથી આગળ, નવદુર્ગા પરા ની છેલ્લી શેરી એ બેઠેલ હતો અને મારુ બાઈક શેરી પાસે પડેલ હતુ
દરમ્યાન બાલાજી નર્સરી ચોક તરફથી એક મારુતી સ્વીફટ ડીઝાયર કાર પુરઝપડે આવેલ અને પ્રથમ મારા બાઈક સાથે ભટકાડેલ અને ત્યાથી સ્મશાન તરફ જઈ ત્યાંથી કાલાવાડ રોડના ડીવાઇડર સાથે ભટકાડેલ. જેથી મેં તુરત જ 100 નંબરમાં ફોન કરેલ અને આ વખતે સ્વીફટ ડીઝાયર કારમા જેના રજી નં. જી.જે.03.એફ.કે. 4987 છે. તેમા બે વ્યક્તિ ખુબ જ દારુ ના નશામાં હોય દરવાજો ખોલી બંનેના નામની પુછપરછ કરતા તેમાંથી એક આર.એમ.સી ના ખાખી વર્ધિ સાથે આર.એમ.સી. કર્મચારી જોવા મળેલ
જેનું નામ પુછતા પોતે પોતાનું નામ રસીકભાઈ અરજણભાઈ દલસાણીયા (ઉ.વ 56, રહે.મેધાણીટાવર પંચાયત ચોક.યુનીવર્સીટી રોડ, રાજકોટ) હોવાનું જણાવેલ તથા કારની ડ્રાયવિંગ શીટ પર બેસેલ વાહન ચલાવનારનું નામ પુછતા પોતે નામ રાવતભાઈ સોમલાભાઇ માકડ (ઉ.વ 49 રહે.યુનીવર્સીટી રોડ પંચાયત ચોક, જલારામ-4, રાજકોટ, રે.મુળ ગામ ઢાંક તા. ઉપલેટા) હોવાનું જણાવતા મારા બાઇકને નુકશાન બાબતે વાત કરેલ તથા તેમની કારમાં જોતા બોટલો તુટી ગયેલ હતી.
તથા એક અડધી બોટલ હતી આ વખતે ત્યા પોલીસ આવી જતા બંનેને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને લઇ ગયેલ. હું ફરીયાદ કરવા આવેલ. મારા બાઇકમાં પાછળની લાઇટ, પાછળનું મેગવીલ વળી ગયેલ છે. તથા આગળ ની ચેસીસ વળી ગયેલ છે અને પાછળ નુ કેરીયલ વળી ગયેલ છે. આ ઉપરાંત ડિવાઈડર તોડી જાહેર સંપત્તિને પણ નુકસાન કરેલ છે. પોલીસે રાવત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરએમસી કર્મી પાસે દારૂ પીવાનું લાયસન્સ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.