‘મને જયા અમિતાભ બચ્ચન કેમ કહી?’:સંસદમાં જયા ‘બચ્ચન’ ફરી ભડક્યાં; લોકોએ કહ્યું- તમે નામમાંથી ‘બચ્ચન’ કાઢીને ‘ભાદુરી’ નાખી દો
પીઢ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન તાજેતરમાં પોતાના નામની સાથે તેમના પતિ અમિતાભ બચ્ચનનું નામ જોડવા પર ગુસ્સે થઈ ગયા હતા. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, જો ફક્ત જયા બચ્ચન બોલ્યા હોત તો તે પૂરતું હતું. જયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેના પર ઘણા યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. જયા ગૃહના ઉપાધ્યક્ષ પર ગુસ્સે થઈ ગયા
હકીકતમાં, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે ગૃહમાં જયા બચ્ચનને 'શ્રીમતી જયા અમિતાભ બચ્ચન જી' કહીને સંબોધ્યા હતા. આના પર જયા ગૃહમાં ડેપ્યુટી સ્પીકર પર ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું- સર, જયા બચ્ચન જ કહ્યું હોત તો પણ પૂરતું હતું. જેના જવાબમાં રાજયસભાના ઉપાધ્યક્ષે કહ્યું કે, 'મારી પાસે રહેલા ડોક્યુમેન્ટ્સમાં જયા અમિતાભ બચ્ચન લખેલું છે, માટે મેં તમને તે નામથી સંબોધિત કર્યા'. તેમણે કહ્યું- શું મહિલાઓની પોતાની કોઈ સિદ્ધિઓ નથી?
તેના પર ઉપાધ્યક્ષે પણ જવાબ આપ્યો કે અહીં આખું નામ લખેલું છે તેથી મેં તેને પુનરાવર્તન કર્યું. તેનો જવાબ આપતા જયાએ કહ્યું - આ એક નવી વાત છે જે શરૂ થઈ છે કે મહિલાઓને તેમના પતિના નામથી ઓળખવામાં આવે. તેઓ બિલકુલ અસ્તિત્વમાં નથી. તેમની પોતાનામાં કોઈ સિદ્ધિઓ નથી. યુઝર્સે કહ્યું- તમે અમિતાભના કારણે જ ઓળખાયા છો
આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે જયાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. યુઝર્સે તરત જ જયા બચ્ચન સત્તાવાર એફિડેવિટ અને રાજ્યસભાના પ્રોફાઈલની તસવીરો શેર કરી જેમાં તેમનું નામ 'જયા અમિતાભ બચ્ચન' એ રીતે જ લખેલું જોઈ શકાય છે. એક યુઝરે કહ્યું કે, જો તેમને 'બચ્ચન' અટક સાથે તેટલો જ વાંધો હોય તો તેમણે પોતાનું નામ બદલીને જયા 'ભાદુરી' કરી નાખવું જોઈએ. અન્ય યુઝરે કમેન્ટ કરી- 'તે હંમેશા કેમ રડતી હોય છે?' જ્યારે બીજાએ લખ્યું- 'મેડમ, તમારી પાસે કોઈ ઉપલબ્ધિ નથી, લોકો તમને માત્ર અમિતાભજી ના કારણે ઓળખે છે...' એકે તો કોમેન્ટ કરી કે મને અમિતાભ બચ્ચન પ્રત્યે સહાનુભૂતિ છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જયા છેલ્લે ગયા વર્ષે જુલાઈમાં રિલીઝ થયેલી ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.