હું ટ્રમ્પને નફરત કરું છું...:ટ્રમ્પ પર હુમલા પહેલાં શૂટરે વીડિયો બનાવ્યો, 20 વર્ષીય હુમલાખોરે કહ્યું- હું રિપબ્લિકનને નફરત કરું છું, તમે એક ખોટા વ્યક્તિને પસંદ કરી છે - At This Time

હું ટ્રમ્પને નફરત કરું છું…:ટ્રમ્પ પર હુમલા પહેલાં શૂટરે વીડિયો બનાવ્યો, 20 વર્ષીય હુમલાખોરે કહ્યું- હું રિપબ્લિકનને નફરત કરું છું, તમે એક ખોટા વ્યક્તિને પસંદ કરી છે


ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે પોતાનું નામ જણાવી રહ્યો છે. ત્યારબાદ તે કહે છે કે તેને ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકનથી નફરત છે. મેથ્યુના સોશિયલ મીડિયાને તપાસવામાં આવી રહ્યું છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગ કરનાર આરોપીને સિક્રેટ સર્વિસના સ્નાઇપર્સે દુર્ઘટના સ્થળે જ ઠાર કર્યો હતો. થોમસે આ હુમલાને અંજામ કેમ આપ્યો તેને લઇને સુરક્ષા એજન્સીઓને કોઈ જવાબ મળ્યો નથી. જોકે, બેથેલ પાર્ક હાઈસ્કૂલના જૂના વિદ્યાર્થીઓ પાસેથી તેના વિશે અનેક જાણકારી મળી છે. થોમસ 2022માં આ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો હતો. તેને નેશનલ મેથ એન્ડ સાયન્સ ઇનિશિએટિવમાંથી 40 હજારનો 'સ્ટાર અવોર્ડ' મળ્યો હતો. સ્કૂલના જૂના સાથીઓએ તેને શાંત અને હંમેશાં બધાથી અલગ રહેતો જણાવ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું કે સ્કૂલમાં હંમેશાં તેની સાથે રેગિંગ કરવામાં આવતું. ક્રૂક્સ ક્યારેય ટ્રમ્પ કે રાજનીતિની ચર્ચા કરતો નહીં
ABCના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જૂના સ્કૂલમેટ્સ પ્રમાણે ક્રૂક્સ એક શાંત વિદ્યાર્થી હતો, જે મોટાભાગે એકલો જ જોવા મળતો હતો. તે ક્યારેય ટ્રમ્પ કે પોલિટિક્સ વિશે ચર્ચા કરતો હોય એવું જોવા મળ્યું નથી. તે જ સ્કૂલમાંથી પાસઆઉટ જેસન કોહલરે જણાવ્યું કે થોમસ સાથે મોટાભાગે રેગિંગ કરવામાં આવતું હતું. તે શાંત રહેતો હતો, પરંતુ લોકો તેને પરેશાન કરતા હતા. તે અનેકવાર શિકાર કરવા માટે પહેરવામાં આવતાં કપડાં પહેરીને સ્કૂલે આવી જતો હતો, જેના લીધે અન્ય વિદ્યાર્થીઓ તેના પહેરવેશને જોઈને તેની મજાક ઉડાવતા હતા. એક વીડિયોમાં હુમલાખોરે કહ્યું- હું ટ્રમ્પને નફરત કરું છું
ક્રૂક્સનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે- હું રિપબ્લિકનને નફરત કરું છું. હું ટ્રમ્પને નફરત કરું છું. નફરત...નફરત....કેમ કે તે ખરાબ વ્યક્તિ છે. FBIએ કહ્યું કે અમે થોમસના સેલફોનની પણ તપાસ કરવાની કોશિશ કરી રહ્યા છીએ જેથી તેના પ્લાન વિશે અમને જાણકારી મળે. જોકે, એજન્સીઓએ કહ્યું કે થોમસ FBIની તપાસની સીમામાં હતો નહીં અને તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ પણ નથી. તેની ઓનલાઇન હિસ્ટ્રીમાં પણ કંઇ શંકાસ્પદ મળ્યું નથી. તે ઓનલાઇન ચેસ રમતો અને વીડિયો ગેમ રમતો હતો અને કોડિંગ શીખતો હતો. તેના પિતાએ ખરીદેલી બંદૂક વડે ક્રૂક્સે હુમલો કર્યો
એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ કેવિન રોઝેકના જણાવ્યા અનુસાર, ક્રૂક્સે જે એઆર-સ્ટાઈલ રાઈફલ વડે ટ્રમ્પને ગોળી મારી હતી તે તેના પિતાએ કાયદેસર રીતે ખરીદી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શૂટરને રાઈફલ કેવી રીતે મળી. રોઝેકે એમ પણ કહ્યું કે ક્રૂક્સે માનસિક બીમારીના કોઈ ચિહ્નો દર્શાવ્યાં નથી. શૂટરની વિચારધારા હજુ સ્પષ્ટ નથી
એફબીઆઈએ કહ્યું કે તેઓ આ ઘટનાને ઘાતક હુમલો અને સંભવિત આતંકવાદી કૃત્ય તરીકે તપાસ કરી રહ્યા છે. શૂટરે આ ઘટનાને એકલા હાથે અંજામ આપ્યો છે. તેમની વિચારધારા હજુ સ્પષ્ટ નથી. તેમ જ એ જાણી શકાયું નથી કે તે રાજકીય બાબતે શું વિચારતો હતો. આ દરમિયાન, પેન્ટાગોનના પ્રવક્તા મેજર જનરલ પેટ રાઇડરે કહ્યું કે ક્રૂક્સનો સૈન્ય સાથે કોઈ સંબંધ નથી. સમાચાર અહેવાલો અનુસાર તે રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલો હતો, પરંતુ થોડા સમય પહેલાં તેણે ડેમોક્રેટિક પાર્ટીની વિચારધારાને અનુસરતી પ્રોગ્રેસિવ પોલિટિકલ એક્શન કમિટીને પણ દાન આપ્યું હતું. આરોપીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યું, પરંતુ તેનો ઉપયોગ થયો નથી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડિસ્કોર્ડે કહ્યું કે તેઓએ આરોપી સાથે સંકળાયેલા એકાઉન્ટની ઓળખ કરી છે, જો કે આ એકાઉન્ટનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો નથી. એક પ્રવક્તાએ કહ્યું કે હજુ સુધી અમને એવા કોઈ પુરાવા મળ્યા નથી કે ક્રૂક્સે ક્યારેય આ ઘટનાનો પ્લાન કરવો, હિંસાને પ્રોત્સાહન આપવું કે પોતાની રાજનીતિ વિચારધારા પર ચર્ચા કરવા માટે ક્યારેય ક્રૂક્સે આ અકાઉન્ટનો ઉપયોગ કર્યો હોય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.