ઇન્ટેલિજન્સમાં નોકરી કરી, પછી બાબા બન્યા:IPS-IAS, સાંસદો-ધારાસભ્યો પણ ભક્તો, નથી લેતા દાન-ભેટ; જાણો કોણ છે એ બાબા, જેમના સત્સંગમાં 122નાં મોત થયાં
યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં મહિલાઓ અને બાળકો ફસાઈ ગયાં હતાં. ટોળાંએ તેમને કચડી નાખ્યા. અત્યારસુધીમાં 122 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટા ભાગનાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ છે. હાથરસ જિલ્લાના સિકંદરરૌ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૂલરાઈ ગામમાં એક દિવસીય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્સંગનું સ્થળ નાનું હતું અને ઘણી ભીડ હતી. જ્યારે સત્સંગ પૂરો થયો ત્યારે ભીડ કાબૂ બહાર ગઈ અને નાસભાગ મચી ગઈ. કોણ છે ભોલે બાબા, તેમનું સાચું નામ શું છે? કયા વર્ગના લોકો તેમના અનુયાયીઓ છે, કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે? વાંચો સંપૂર્ણ અહેવાલ... એટામાં જન્મ, કોઈ દાન-દક્ષિણા નથી લેતા
ભોલે બાબાનું સાચું નામ નારાયણ સાકાર હરિ છે. તેઓ એટા જિલ્લાના બહાદુર નગરી ગામના રહેવાસી છે. તેમનું પ્રારંભિક શિક્ષણ એટા જિલ્લામાં થયું હતું. બાદમાં તેમને યુપી પોલીસમાં નોકરી મળી. લોકલ ઇન્ટેલિજન્સ એટલે કે LIUમાં કામ કર્યું. 90ના દાયકામાં તેમણે નોકરી છોડી દીધી અને બાબા બની ગયા. તેમણે પોતાનું નામ બદલીને સાકાર વિશ્વહરિ રાખ્યું. તેમની પત્ની પણ તેમની સાથે હોય છે. નારાયણ સાકાર અન્ય બાબાઓની જેમ કેસરી પોશાક પહેરતા નથી. તેઓ તેમના સત્સંગમાં સફેદ સૂટ, ટાઈ અને શૂઝમાં જોવા મળે છે. ઘણી વખત લોકો કુર્તા-પાયજામા અને માથા પર સફેદ ટોપી પહેરીને સત્સંગમાં આવે છે. નારાયણ હરિ ઘણીવાર તેમની સભાઓમાં કહે છે - તેમને ખબર નથી કે તેમને સરકારી નોકરીમાંથી કોણે આધ્યાત્મિકતા તરફ ખેંચ્યું. તેઓ કોઈ દાન, દક્ષિણા કે ચઢાવો સ્વીકારતા નથી. પોતાને સેવાદાર કહેવડાવવાનું પસંદ કરે છે. SC/ST અને OBC વર્ગમાં મજબૂત પકડ
સાકાર વિશ્વ હરિના યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અનુયાયીઓ છે. તેમની SC/ST અને OBC વર્ગોમાં મજબૂત પકડ છે. મુસ્લિમો પણ તેમના અનુયાયીઓ છે. સાકર વિશ્વ હરિનું YouTube અને Facebook પર એક પેજ છે. યુટ્યૂબમાં 31 હજાર સબ્સ્ક્રાઈબર્સ છે. ફેસબુક પેજ પર વધારે લાઈક્સ નથી, પરંતુ ગ્રાઉન્ડ લેવલે તેમના લાખો ફોલોઅર્સ છે. તેમના દરેક સત્સંગમાં લાખો લોકોની ભીડ એકઠી થાય છે, IPS, IAS અને સાંસદો અને ધારાસભ્યો પણ હાજરી આપે છે. પહેલીવાર નથી થઈ દુર્ઘટના
સાકાર વિશ્વ હરિના સત્સંગમાં આ પહેલીવાર દુર્ઘટના થઈ નથી. ડિસેમ્બર 2021માં ફર્રુખાબાદમાં તેમનો સદભાવના સત્સંગ ચાલી રહ્યો હતો. ભીડ એટલી બધી એકઠી થઈ ગઈ કે શહેર જાણે થંભી ગયું. ઈટાવા-બરેલી હાઈવે પર 7 કિલોમીટર લાંબો જામ હતો. વહીવટીતંત્રે માત્ર 50 લોકોને જ ભાગ લેવાની પરવાનગી આપી હતી, પણ લાખોની ભીડ એકઠી થઈ ગઈ. આ વાતનો કોઈને ખ્યાલ નહોતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.