હસીના સરકારને ઉથલાવી દેનાર 3 વિદ્યાર્થી નેતાઓ કોણ છે?:આંદોલનકારી યુવકોને બેભાનનું ઇન્જેક્શન આપ્યું, લોખંડના સળિયાથી માર માર્યો; જનઆંદોલન કરી વડાપ્રધાનને દેશ છોડાવ્યો - At This Time

હસીના સરકારને ઉથલાવી દેનાર 3 વિદ્યાર્થી નેતાઓ કોણ છે?:આંદોલનકારી યુવકોને બેભાનનું ઇન્જેક્શન આપ્યું, લોખંડના સળિયાથી માર માર્યો; જનઆંદોલન કરી વડાપ્રધાનને દેશ છોડાવ્યો


શેખ હસીના 45 દિવસ પછી 5 ઓગસ્ટે ફરી ભારત પહોંચ્યા છે. આ પહેલા જ્યારે તેઓ 21 જૂને ભારત આવ્યા ત્યારે પીએમ મોદીએ તેનું રેડ કાર્પેટ સ્વાગત કર્યું હતું. આ વખતે વાત અલગ છે. હસીના ભારત ચોક્કસપણે આવ્યા છે, પરંતુ પીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ. એવા સમયે જ્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન કાર્યાલય પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓનો કબજો કરી લીધો છે. હસીનાને પોતાનો દેશ છોડવા માટે મજબૂર કરવા પાછળ ત્રણ મહત્વપૂર્ણ પાત્રો છે. જેમણે યુનિવર્સિટી કેમ્પસમાંથી આંદોલન શરૂ કર્યું અને 15 વર્ષથી સત્તામાં રહેલી શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધી. હવે જાણો તે 3 વિદ્યાર્થી નેતાઓના સંઘર્ષની કહાની જેમણે બાંગ્લાદેશ ચળવળની શરૂઆત કરી હતી. નાહીદ ઈસ્લામ: પુલ નીચે બેભાન હાલતમાં મળી આવ્યો હતો
નાહીદ ઈસ્લામ વિદ્યાર્થી આંદોલનનો સૌથી મોટો ચહેરો છે. તેણે રવિવારે નિવેદન આપ્યું હતું કે, “આજે અમે લાકડીઓ ઉઠાવી છે, જો લાકડીઓ નહીં ચાલે તો અમે હથિયાર ઉઠાવવા પણ તૈયાર છીએ. પીએમ હસીના દેશને ગૃહયુદ્ધમાં ધકેલવા માંગે છે. હવે શેખ હસીનાએ નક્કી કરવાનું છે કે શું તેઓ પદ પરથી હટી જશે કે પદ પર રહેવા માટે રક્તપાતનો સહારો લેશે. ઇસ્લામ ઢાકા યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. તેણે પોલીસ પર આરોપ લગાવ્યો કે તેને 20 જુલાઈની સવારે ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે પોલીસે આ વાતને નકારી કાઢી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં યુનિફોર્મમાં કેટલાક લોકો ઈસ્લામને કારમાં બેસાડતા હતા. વિદ્યાર્થી નેતા ઇસ્લામ ગુમ થયાના 24 કલાક બાદ પુલ નીચે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે જ્યાં સુધી તે બેભાન ન થઈ ગયો ત્યાં સુધી તેને લોખંડના સળિયાથી મારવામાં આવ્યો હતો. 26 જુલાઈના રોજ ડિટેક્ટીવ બ્રાન્ચે સારવાર દરમિયાન નાહિદને ફરીથી હોસ્પિટલમાંથી ઝડપી લીધો હતો. આ વખતે, ડિટેક્ટીવ બ્રાન્ચે નાહીદ અને તેના સાથીની સુરક્ષાને ટાંકીને તેમની કસ્ટડી માંગી હતી. ફરીથી ઉઠાવવામાં આવે તે પહેલાં, નાહીદે એક અખબારને જણાવ્યું હતું કે 20 જુલાઈના રોજ સવારે 2 વાગ્યે, લગભગ 25 થી 30 લોકો કોઈ કારણ આપ્યા વિના તેને બળજબરીથી લઈ ગયા હતા. હસીનાના પોલીસ મારથી ઘાયલ નાહીદ ઇસ્લામનો ચહેરો દેખાવકારોને ઉશ્કેરે છે. તેઓ વધુ હિંસક બન્યા અને રસ્તા પર ઉતર્યા છે. આસિફ મહમૂદઃ ત્રાસ સહન કરીને પણ ચૂપ ન રહ્યો
આસિફ મહમૂદ ઢાકા યુનિવર્સિટીમાં લેંગ્વેજ સ્ટડીઝનો વિદ્યાર્થી છે. તે જૂનમાં શરૂ થયેલા અનામત વિરુદ્ધ દેશવ્યાપી આંદોલનમાં જોડાયો હતો. 26 જુલાઈએ ડિટેક્ટીવ બ્રાન્ચ દ્વારા અટકાયત કરાયેલા લોકોમાં આસિફ મહમૂદ પણ સામેલ હતો. બાકીની જેમ તેની પણ સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી અટકાયત કરવામાં આવી હતી. આસિફની અટકાયત પાછળ સુરક્ષા કારણો પણ દર્શાવવામાં આવ્યા હતા. 27મી જુલાઈએ ડિટેક્ટીવ બ્રાન્ચ દ્વારા વધુ બે વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. તેમના નામ સરજીસ આલમ અને હસનત અબ્દુલ્લા હતા. તેને ડિટેક્ટીવ બ્રાન્ચની ઓફિસમાં રાખવામાં આવ્યો હતો. 28 જુલાઈના રોજ તેના પરિવારના સભ્યોએ તેને મળવાની પરવાનગી માંગી હતી, પરંતુ તેમને મળવા દેવામાં આવ્યા ન હતા. પોલીસે તેને 29 જુલાઈએ વિદ્યાર્થીઓને મળવાની પરવાનગી આપી હતી. પરંતુ આ પહેલા નાહીદ, આસિફ અને તેમના સાથીઓએ એક વીડિયો જાહેર કર્યો હતો અને વિરોધ પાછો ખેંચવાની હાકલ કરી હતી. અહેવાલો અનુસાર, પોલીસે તેમની સાથે બળજબરીથી મારપીટ કરીને વીડિયો બનાવ્યો હતો. આસિફને ઈન્જેક્શન આપવામાં આવ્યું જેના કારણે તે ઘણા દિવસો સુધી બેભાન રહ્યો. વિદ્યાર્થીઓની ધરપકડના વિરોધને પગલે તેને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. 3 ઓગસ્ટના રોજ, આસિફે ફેસબુક પર પોસ્ટ કરી, વિદ્યાર્થીઓને ઘરે ન રહેવા અને નજીકના પ્રદર્શનમાં જોડાવાની અપીલ કરી. શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યા બાદ આસિફ મહમૂદે ફરી એકવાર નિવેદન આપ્યું છે. તેણે મીડિયાને કહ્યું કે તે દેશમાં માર્શલ લો એટલે કે સૈન્ય શાસન સ્વીકારશે નહીં. અબુ બકેર મજુમદારઃ તેને રૂમમાં પુરીને આંદોલન પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું અબુ બકેર મજુમદાર એ ત્રણ વિદ્યાર્થી નેતાઓમાંના એક છે જેણે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાને સત્તા પરથી હટાવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અબુ બકેર મજુમદાર ઢાકા યુનિવર્સિટીમાં ભૂગોળ એકલે કે જિયોગ્રાફી વિભાગનો વિદ્યાર્થી છે. ધ ફ્રન્ટ લાઇન ડિફેન્ડરના જણાવ્યા અનુસાર, તે નાગરિક અધિકારો અને માનવ અધિકારો પર પણ કામ કરે છે. 5 જૂને અનામત પર હાઈકોર્ટના નિર્ણય પછી, બકેરે તેના મિત્રો સાથે ભેદભાવ વિરુદ્ધ સ્ટુડન્ટ્સ આંદોલન શરૂ કર્યું. તેણે "સ્વાતંત્ર્ય સેનાનીઓ" ના સંબંધીઓને સરકારી નોકરીઓમાં આપવામાં આવતા અનામતનો સખત વિરોધ કર્યો. અબુ બકેર મજુમદારને 19મી જુલાઈની સાંજે ધનમંડી વિસ્તારમાંથી કેટલાક લોકો ઉઠાવી ગયા હતા. જે પછી ઘણા દિવસો સુધી તેની પાસેથી કંઈ સાંભળવામાં ન આવ્યું. બે દિવસ પછી, તેને રસ્તા પર છોડી દેવામાં આવ્યો હતો જ્યાંથી તેને ઉઠાવવામાં આવ્યો હતો. બાદમાં અબુએ મીડિયાને જણાવ્યું કે પોલીસ તેને એક રૂમમાં પુરીને આંદોલન પાછું ખેંચી લેવા દબાણ કરી રહી હતી. જ્યારે તેણે ના પાડી તો તેને માર મારવામાં આવ્યો. ઘાયલ અબુ મઝુમદારને ધનમંડીની ગોનોશસ્થયા નગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 26 જુલાઈએ પોલીસે તેને ફરીથી કસ્ટડીમાં લીધો હતો. આ વખતે તેની સાથે આવેલા લોકોએ પોતાને ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટીવ વિંગના ઓફિસર તરીકે ઓળખાવ્યો. ત્યાં હાજર લોકોએ કહ્યું કે શાંતિ ડહોંળવા બદલ તેની અટકાયત કરવામાં આવી છે. જે વિરોધનો અંત આવી રહ્યો હતો તે ફરી આ રીતે ભડક્યો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.