મોદી સરકારનું બજેટ 2025:નાણામંત્રી આ વર્ષે બજેટ ક્યારે રજૂ કરશે? ક્યાં અને કેટલા વાગે બજેટ ભાષણ લાઈવ જોઈ શકશો - At This Time

મોદી સરકારનું બજેટ 2025:નાણામંત્રી આ વર્ષે બજેટ ક્યારે રજૂ કરશે? ક્યાં અને કેટલા વાગે બજેટ ભાષણ લાઈવ જોઈ શકશો


વર્ષ 2025 માટે દેશનું કેન્દ્રીય બજેટ આવતા મહીને રજુ થવાનું છે. દર વર્ષની જેમ આ વખતે પણ આ બજેટ દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતા માટે નવી આશા-અપેક્ષાઓ લઈને આવશે. દેશભરના લોકોની નજર બજેટમાં થનારી મહત્વપુર્ણ જોહેરાતો પર છે, જે આગામી નાણાકીય વર્ષ માટે વિકાસની દિશા નક્કી કરશે. નાણા મંત્રી આગામી મહીનામાં આ બજેટ સંસદમાં રજુ કરશે. ઘણા વર્ષોથી, કેન્દ્રીય બજેટ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવે છે. મોદી 3.0 સરકારનું બીજુ બજેટ ક્યારે આવશે?
આ વર્ષે નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. જો કે સરકાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ મોદી 3.0 સરકારનું બીજુ બજેટ હશે. પહેલા સાંજે બજેટ રજુ કરવામાં આવતું હતું
90ના દાયકાના મધ્ય સુધી, કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું, જે પરંપરા ઘણા દાયકાઓ સુધી ચાલુ રહી હતી. 1997માં તત્કાલિન નાણામંત્રી પી. ચિદમ્બરમે સાંજે 5 વાગ્યાને બદલે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરીને આ ફેરફારની શરૂઆત કરી હતી. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે બજારને બજેટ પર તેની પ્રતિક્રિયા આપવા માટે પૂરતો સમય મળી શકે. બજેટ 2025 તારીખ અને સમય
એવું માનવામાં આવે છે કે છેલ્લા ઘણા વર્ષોની જેમ આ વખતે પણ નાણામંત્રી 1લી ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ સતત આઠમું બજેટ હશે, જેમાં છ વાર્ષિક અને બે વચગાળાના બજેટનો સમાવેશ થાય છે. બજેટ 2025થી અપેક્ષાઓ
જેમ જેમ કેન્દ્રીય બજેટ 2025ની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ નોકરીયાત લોકોમાં ઈન્ક્મટેક્સમાં રાહત મળવાની અપેક્ષાઓ વધી રહી છે. ખરેખરમાં, એવું સાંભળવામાં આવી રહ્યું છે કે આ વર્ષે બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા વધારવામાં આવી શકે છે. ટેક્સ મુક્તિ મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરી શકાય છે. જો ખરેખર આવું થશે તો કરદાતાઓને ઘણો ફાયદો થશે. બજેટમાં ખેડૂતો માટે પણ ઘણી જાહેરાતો થઈ શકે છે. જણાવીએ કે ખેડૂતોની માંગ છે કે સરકાર લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી આપે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.