Bihar Politics: નીતીશ કુમાર ભાજપ સાથે અસહજતા અનુભવી રહ્યા હતા - પ્રશાંત કિશોર - At This Time

Bihar Politics: નીતીશ કુમાર ભાજપ સાથે અસહજતા અનુભવી રહ્યા હતા – પ્રશાંત કિશોર


નવી દિલ્હી, તા. 10 ઓગસ્ટ 2022 બુધવારબિહારમાં નીતીશ કુમારના પક્ષપલટા મુદ્દે તેમના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોરએ મહત્વનુ નિવેદન આપ્યુ છે. પ્રશાંત કિશોરએ કહ્યુ કે નીતીશ કુમારે 10 વર્ષમાં આ છઠ્ઠો પ્રયોગ કર્યો છે. આનાથી તેમની રાજકીય સ્થિતિ પર પણ અસર પડશે. કોઈ પણ ગઠબંધનમાં નીતીશ કુમારનુ જ સીએમ બની રહેવુ આ શક્યતાની વાત છે. એવુ નથી કે તેમનુ નુકસાન થયુ નથી. 115 ધારાસભ્યો ધરાવતી પાર્ટી હવે 43 પર આવી ગઈ છે. એ જુદી વાત છે કે તેઓ ગમે તે રીતે ગઠબંધનમાં સીએમ બની જાય છે. બિહારમાં 2012-13થી જ રાજકીય અસ્થિરતા આવી રહી છે. આ એનો જ એક અધ્યાય છે. છેલ્લા 10 વર્ષમાં આ છઠ્ઠી સરકાર છે. નીતીશ કુમારનુ 2017માં એનડીએમાં જવુ ભૂલ હતી કે નહીં એ તો સમય જ બતાવશે. છઠ્ઠી સરકાર છે, જ્યારે નીતીશ કુમાર સીએમ બની રહ્યા છે. દુખદ વાત એ છે કે આ પરિવર્તનો થવા છતાં પણ સીએમ નીતીશ કુમાર જ રહ્યા છે અને કામ કરવાની રીતમાં પણ કોઈ પરિવર્તન આવ્યુ નથી. જોકે જનતાની સ્થિતિમાં પણ કોઈ પરિવર્તન આવ્યુ નથી.જોકે હવે જોવાનુ એ રહેશે કે દારૂબંધી પર શુ નિર્ણય આવે છે. આરજેડી તો આનો વિરોધ કરતી જ રહી છે. તેજસ્વી યાદવ 10 લાખ નોકરીઓના વચન આપતા આવ્યા છે. હવે કેવી રીતે વચન પૂરા કરે છે તે જોવાનુ છે. જો પૂરા કરી દેશે તો સારી વાત છે અને યુવાનોનુ ભલુ થશે. નીતીશ કુમારનો કોઈ ગ્રોથ જોવા મળી રહ્યો નથી અને જનતા તેમના ચહેરાને મત આપી રહી નથી. તેઓ પક્ષપલટો કરીને આવી રહ્યા છે તો નક્કી છે કે ચૂંટણીમાં પણ તેમની પર જ અસર જોવા મળશે. 2010માં તેમનો જે સ્ટ્રાઈક રેટ હતો. તે સતત ઓછો થઈ રહ્યો છે. નીતીશ કુમારની પીએમ બનવાની સંભાવના વિશે પ્રશાંત કિશોરે કહ્યુ તેઓ એવા વ્યક્તિ નથી.પ્રશાંત કિશોરે કહ્યુ કે નીતીશ કુમારનુ પક્ષપલટાનુ કારણ એ છે કે તેઓ અસહજતા અનુભવી રહ્યા હતા. નીતીશ જ્યારથી ભાજપની સાથે ગયા હતા, ત્યારથી જ તેઓ અસહજ હતા. તેઓ 2017 બાદથી જ પહેલાની જેમ સહજ નહોતા અને તેનાથી બચવા માટે તેઓ નીકળ્યા છે. બિહારની બહાર તેમના આ પગલાને લઈને કોઈ વધારે અસર જોવા મળી શકે નહીં. 2015 અને હવેના મહાગઠબંધનમાં ફરક છે. તેઓ કોઈ રાષ્ટ્રીય રણનીતિકાર બનીને કામ કરી રહ્યા હોય અને તેનુ કેન્દ્ર બિહાર હોય એવુ કંઈ લાગી રહ્યુ નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.