'આ શું નોટંકી છે મોદીજી?', સિસોદિયાએ PMનો જૂનો વીડિયો શેર કરીને સાધ્યું નિશાન - At This Time

‘આ શું નોટંકી છે મોદીજી?’, સિસોદિયાએ PMનો જૂનો વીડિયો શેર કરીને સાધ્યું નિશાન


- જૂના વીડિયોમાં નરેન્દ્ર મોદી સીબીઆઈ પોતાના આકાઓના ઈશારે ગુજરાતના નેતાઓને હેરાન કરી રહી છે અને દેશને હવે સીબીઆઈ પર વિશ્વાસ નથી રહ્યો તેમ કહેતા સંભળાય છેનવી દિલ્હી, તા. 21 ઓગષ્ટ 2022, રવિવારદિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના દેશ છોડવા પર રોક લગાવી દેવાઈ છે. સીબીઆઈએ મનીષ સિસોદિયા વિરૂદ્ધ લુક આઉટ સર્ક્યુલર નોટિસ બહાર પાડી છે. સીબીઆઈએ દિલ્હી આબકારી નીતિ કૌભાંડ મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત તમામ આરોપીઓ વિરૂદ્ધ નામજોગ લુક આઉટ સર્ક્યુલર (એલઓસી) બહાર પાડ્યું છે. તે સૌના દેશ છોડવા પર રોક લગાવી દેવાઈ છે.  ડીવાયસીએમ મનીષ સિસોદિયાએ નોટિસ મામલે ટ્વિટમાં લખ્યું હતું કે, તમારી તમામ રેડ નિષ્ફળ ગઈ, કશું ન મળ્યું, એક પૈસાનીય હેરાફેરી ન મળી, હવે તમે લુક આઉટ નોટિસ બહાર પાડી છે કે મનીષ સિસોદિયા મળી નથી રહ્યા. આ શું નોટંકી છે મોદીજી? હું ખુલ્લેઆમ દિલ્હીમાં ફરી રહ્યો છું, બતાવો ક્યાં આવવાનું છે? હું તમને મળી નથી રહ્યો?આ પણ વાંચોઃ CBI એક્શનમાં, મનીષ સિસોદિયા સહિત 13 લોકોના દેશ છોડવા પર રોક લગાવાઈ તે પહેલા રવિવારે સવારે જ સિસોદિયાએ એક વીડિયો ટ્વિટ કરીને લખ્યું હતું કે, સીબીઆઈના દરોડા અંગે મોદીજીના આ નિવેદનને જરૂર સાંભળો. જો નથી સાંભળ્યું તો તમે એક ખૂબ મોટું સત્ય જાણવાથી વંચિત રહી જશો.  વીડિયો સાથે કટાક્ષના સૂરમાં લખ્યું હતું કે, 'માના કી ધીરે ધીરે તો મૌસમ ભી બદલતે રહતે હૈ, આપકી રફ્તાર સે તો હવાયે ભી હેરાન હૈ સાહબ.'તે વીડિયોમાં નરેન્દ્ર મોદી સીબીઆઈના રાજનીતિકરણ, દુરૂપયોગ, નિર્દોષ લોકોને હેરાન કરવા સીબીઆઈના ઉપયોગ વગેરે મામલે પ્રહારો કરતા સંભળાય છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, સીબીઆઈના લોકો પોતાના આકાઓના ઈશારે કામ કરી રહ્યા છે અને ગુજરાતના નેતાઓને હેરાન કરી રહ્યા છે. જૂઠના સહારે ગુજરાતને તબાહ કરવાના કારનામા બંધ થવા જોઈએ. હવે દેશને સીબીઆઈ પર વિશ્વાસ નથી રહ્યો. આ પણ વાંચોઃ 'સિસોદિયાનું નવું નામ MONEY SHH', કેજરીવાલને ગણાવ્યા કૌભાંડના મુખ્ય સૂત્રધાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.