આઈ.સી.ડી.એસ જસદણ ના કમળાપુર સેજા કક્ષાના પોષણ ઉત્સવ-૨૦૨૪ ની ઉજવણી PHC પર કરવામાં આવી - At This Time

આઈ.સી.ડી.એસ જસદણ ના કમળાપુર સેજા કક્ષાના પોષણ ઉત્સવ-૨૦૨૪ ની ઉજવણી PHC પર કરવામાં આવી


(રિપોર્ટ વિજય ચૌહાણ)
આઈ.સી.ડી.એસ જસદણ ના કમળાપુર સેજા કક્ષાના પોષણ ઉત્સવ-૨૦૨૪ ની ઉજવણી PHC પર કરવામાં આવી. જેમાં “પૌષ્ટિક વાનગી સ્પર્ધા” નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સદર સ્પર્ધામાં આંગણવાડી કાર્યકરો તથા લાભાર્થીઓ (સગર્ભા, ધાત્રી માતા, કિશોરીઓ) દ્વારા બહોળી સંખ્યામાં ભાગ લેવામાં આવેલ હતો. વાનગી સ્પર્ધામાં THR માંથી બનેલ વાનગીના પ્રથમ ત્રણ વિજેતા અને મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાદ્યોમાંથી બનેલ વાનગીના પ્રથમ ત્રણ વિજેતાને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. તથા હાજર રહેલ લાભાર્થીઓ તથા ઉપસ્થિત ગ્રામજનોને પૌષ્ટિક આહાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.