મહીસાગર શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિંડોર વિશાળ તિરંગા બાઈક રેલીનું પ્રસ્થાન કરાવી રેલીમાં જોડાયા
હર ઘર તિરંગા અભિયાન : મહીસાગર જિલ્લો
શિક્ષણ મંત્રીશ્રી ડો કુબેરભાઈ ડિંડોરએ કે એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતેથી વિશાળ તિરંગા બાઈક રેલીનું પ્રસ્થાન કરાવી રેલીમાં જોડાયા
કે એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતેથી પ્રારંભાયેલી તિરંગા બાઈક યાત્રાએ જમાવ્યું અનેરુ આકર્ષણ
કે એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતેથી શરૂ થયેલ બાઇક રેલી અંદાજિત ૧૯ કિમીનું અંતર કાપી ડિટવાસ ખાતે સમાપન થયું
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિશાળ બાઈક રેલીને શાળાના બાળકો દ્વારા હાથમાં તિરંગો લઈ આવકાર્યા હતા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા”નુ રાષ્ટ્રવ્યાપી અભિયાન હાથ ધરાયું છે. જેને અનુલક્ષીને આજે કે એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતેથી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ તિરંગા બાઈક યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી સાથે જોડાય હતા.આ ભવ્ય તિરંગા યાત્રાએ અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.
“હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રારંભાયેલી આજની આ વિશાળ બાઈક રેલીમાં ગ્રામજનો મંત્રમુગ્ધ થયા હતાં. સૌ ગ્રામજનો જાણે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કે એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતેથી ખાતેથી વિશાળ રેલી નિકળી ડીટવાસ ખાતે સમાપન થયું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા લહેરાવતા જોઈ સ્થાનિકોમાં દેશભક્તિની લહેર દોડી ગઈ હતી. આ તિરંગા યાત્રાનો હેતુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાની ભાવના જાગૃત કરવાનો હતો.
રાષ્ટ્રની સૌથી મોટી તાકાત એ દેશની એકતા છે અને આ એકતાનો પરિચય આજે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકળાયેલા દરેકએ હાથમાં તિરંગો લઈને ગ્રામજનોને આપ્યો છે. આ વિશાળ રેલીને સ્થાનિક રહેવાસીઓએ ઘરની બહાર નીકળી તેમજ યાત્રાના રૂટના દુકાનદારોએ પણ ઉત્સાહભેર નિહાળી યાત્રાને વધાવી હતી. આમ હર ઘર તિરંગા અભ્યાન અંતર્ગત યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો થકી ફરી એકવાર દેશની આઝાદી જેવો માહોલ જોવા મળ્યો હતો.
કે એમ દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા થી ડિટવાસ સુધી રસ્તાઓ પર દરેક ગામના શાળાના બાળકો દ્વારા આ ભવ્ય તિરંગા બાઈક યાત્રાને હાથમાં તિરંગો લઈ આવકાર્યા હતા સાથે ગ્રામજનો પણ આ યાત્રામાં જોડાઈને પોતાની ભાગીદારી નોંધાવી હતી.
ડિટવાસ ખાતે તિરંગા બાઈક યાત્રાનુ સમાપન થયું હતું જ્યાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેને ઉપસ્થિત મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર અને ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોએ નશામુક્ત ભારત અંગે પ્રતિજ્ઞા લીધી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું.
આ ભવ્ય તિરંગા બાઈક યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ,જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા,નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, નાયબ વન સંરક્ષકશ્રી એન. વી ચૌધરી, સામાજીક વનીકરણ વિભાગ, ગોધરા નાયબ વન સંરક્ષકશ્રી એમ ડી જાની ,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઇ માલીવાડ, જિગ્નેશભાઈ સેવક,પ્રાયોજના વહીવટદારશ્રી યુવરાજ સિદ્ધાર્થ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.