ખાડા રીપેરીંગમાં 75 ટકા કામગીરી માત્ર પૂર્વ ઝોનમાં - At This Time

ખાડા રીપેરીંગમાં 75 ટકા કામગીરી માત્ર પૂર્વ ઝોનમાં


રાજકોટ, તા. 18
શહેરના જુદા જુદા વિસ્તારમાં રસ્તા પર પડેલા ખાડા બુરવા માટે મનપા તંત્ર દોડાદોડી કરી રહ્યું છે. આજે ત્રણે ઝોનમાં વધુ 1800 ચો.મી. રોડ પર ખાડા બુરવામાં આવ્યા હતા. તો સેન્ટ્રલ ઝોનમાંથી 10, ઇસ્ટમાંથી 16 અને વેસ્ટમાંથી 25 મળી 51 ફરિયાદો ખાડાની આવતા તમામનો નિકાલ કરાયાનો અધિકારીઓએ કહ્યું હતું. આજના કામમાં 70 ટકા ખાડા તો માત્ર પૂર્વ ઝોનમાં બુરવામાં આવતા કોઠારીયા સહિતના રોડ પર રસ્તાની હાલત કેવી થઇ છે તે સમજી શકાય છે.

તંત્ર દ્વારા વેસ્ટ ઝોનમાં વર્ધમાનનગર - વી.-80 બિલ્ડીં ગ, સનરાઇઝ-2 થી રોયલ રીફીટ હોટલ, વર્ધમાનનગર મેઇન રોડ, લાખનાં બંગલાવાળો રોડ, પ્રજાપતિની વાડી પાઇ, ધરમનગર મેઇન રોડ, જાનકી પાર્ક મેઇન રોડ, અક્ષર માર્ગ - ગૈાતમનગરનાં છેડે, વૈશાલીનગર-10/2 નાં ખૂણે, કાલાવડ રોડ - સર્વિસ રોડ, રામધામ સોસા. શેરી નં.-3, ગંગોત્રી પાર્ક મેઇન રોડ, 150 ફુટ રીંગ રોડ, રામેશ્વર ચોક પાસે, સાધુ વાસવાણી રોડની સાઇડની શેરીઓ, જલારામ પ્લોાટ, સારાષ્ટ્રુ કલા કેન્દ્રક સોસા. મેઇન રોડ, પારસ સોસાયટી, રામ પાર્ક મેઇન રોડ, પંચાયતનગર, યુનિવર્સીટી રોડ, 150 ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, વગડ ચોક, નવાં 150 ફુટ રીંગ રોડ પર - આર.કે.યુનિ.નાં ગેઇટ પાસે, મહમદી બાગ, બરકાતીનગર, દ્વારકાધીશ સોસા.માં 277 ચોરસ મીટરમાં મોરમ, મેટલ પેચ કરવામાં આવેલ છે.

સેન્ટ્રલ ઝોનમાં જામનગર રોડ થી અન્ડરબ્રિજ, મઢુલી મેડીકલ સામે, માધાપર બ્રીજથી ચોકડી તરફ, સેફરોન વાળી શેરી યાગરાજનગર, જીહિત પાર્ક, ઇસ્કોન આશ્રય, શાળા નં.98 સ્કુલ પાસે, સિનર્જી હોસ્પિટલ પાસે, માધાપર ચોકડી પાસે, મારૂતિ સુઝુકી ના શોરૂમ પાસે, લક્કીરાજ, ભરવાડ શેરી, યાગરાજ- 2, ઓમ રેસીડેન્સી, શ્રીનાથજી પાર્ક-3, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન પાછળ, ગુલમોર, શિવમ પાર્ક 4/5 વચ્ચે, દુગલ પેલેસની સામે, જાગનાથ પ્લોટ- 39, જાગનાથ 22 અને 23, ગોંડલ રોડ બાયપાસ, ગોંડલ રોડ સંગીતા ફર્નિચર, ખિજડાવાળો રોડ, ચાર ભુજા માર્બલ રોડ, રોલેક્ષ રોડ, ગોંડલ રોડ સિદ્ધિવિનાયક સર્વિસ સ્ટેશન રોડ, માસ્તર સોસાયટી, શ્રમજીવી સોસાયટી, આ તમામ એરીયામા 302 ચોરસ મીટરમાં મોરમ, મેટલ પેચ કરવામાં આવેલ છે.

ઉપરાંત ઇસ્ટ ઝોનમાં ગણેશ પાર્ક, જય જવાન જય કિશાન મે. રોડ, ભગવતીપરા મે. રોડ, જય જવાન મફતિયું, ગ્રીનલેન્ડ ચોકડી , નવાગામ 30 ફૂટ રોડ, આડો પેડક રોડ, મંછાનગર, આજી ડેમ ચોકડી, મહીકા રોડ, ભાવનગર રોડ, 80 ફૂટ રોડ, દૂધસાગર રોડ, જંગલેશ્વર મે. રોડ, સ્વાતિ પાર્ક મે. રોડ, માલધારી ફાટકવાળો રોડ પર 1205 ચોરસ મીટર એરીયામા મોરમ, મેટલ પેચ કરવામાં આવ્યાનું વિભાગે જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.