સૌરાષ્ટ્ર-કચ્છમાં નવા 35 કેસ:રાજયમાં એક પણ દર્દી વેન્ટીલેટર પર નહીં
રાજયમાં છેલ્લા બે દિવસ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાય રહ્યો છે. સોમવારે સૌરાષ્ટ્ર-કચ્છ નવા 35 સહિત રાજયમાં નવા 352 કેસ નોંધાયા હતા. ગઈકાલે 248 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા સૌથી મોટી રાહતની બાબત એ છેકે રાજયમાં હાલ 2566 એકિટવ કેસ છે.
જે પૈકીએક પણ દર્દી વેન્ટીલેટર પર નથી તમામ દર્દીઓની હાલત હાલ સ્ટેબલ છે. બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા લોકો સાથે વહિવટી તંત્રએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.સોમવારે રાજયમાં કોરોનાના નવા 352 કેસ નોંધાયા હતા જયારે 248 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 155 કેસ, સુરત કોર્પોરેશન વિસ્તારમાં 71 કેસ, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 30 કેસ, ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 12 કેસ, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં નવા 9 કેસ અને જામનગર જિલ્લામાં નવા 5 કેસ, ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં નવા પાંચ કેસ અને જિલ્લામાં એક કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં નવા ચાર કેસ અને જિલ્લામાં એક કેસ આ ઉપરાંત વલસાડ જિલ્લામાં 11 કેસ, નવસારી જિલ્લામાં 9 કેસ, સુરત જિલ્લામાં 8 કેસ, ગાંધીનગર જિલ્લામાં પાંચ કેસ, ભરૂચ જિલ્લામાં ચાર કેસ, પાટણ જિલ્લામાં 4 કેસ, અમદાવાદ જિલ્લામાં નવા 3 કેસ મોરબી જિલ્લામાં 3 કેસ, સુરેન્દ્રનગર જિલ્લામાં 3 કેસ, કચ્છ જિલ્લામાં બે કેસ, મહેસાણા જિલ્લામાં 2 કેસ, બોટાદ જિલ્લામાં એક કેસ, દેવભૂમિ દ્વારકા એક કેસ, સાબરકાંઠા જિલ્લામાં 1 કેસ, અને વડોદરા જિલ્લામાં એક કેસ સહિત રાજયમાં નવા 351 કેસ નોંધાયા છે. રાજયમાં એકિટવ કેસનો આંક 2566 એ આંબ્યો છે. જોકે એકપણ દર્દી વેન્ટીલેટર પર નથી શહેરી વિસ્તાર સહિત રાજયભરમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાય રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.