ધંધુકાના ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા બંધારણ શતાબ્દી મહોત્સવનું યુવા સંમેલન યોજાયું.
અમદાવાદ જીલ્લાના ધંધુકાના ચુડાસમા રાજપૂત સમાજ દ્વારા બંધારણ શતાબ્દી મહોત્સવનું યુવા સંમેલન યોજાયું.
ચુડાસમા રાજપૂત સમાજ ધંધુકા ના ત્રિદિવસીય બંધારણ શતાબ્દી મહોત્સવ ની ઉજવણી પ્રસંગે પ્રથમ દિવસે યુવા સંમેલન યોજાયું હતું.
જેમાં ભાવનગર સ્ટેટ યુવરાજ જયવીર રાજસિંહ ઉપસ્થિત થયા હતા. ઉપરાંત પ્રદિપસિંહ ચુડાસમા ગાફ રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા ઉપરાંત ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, યુવા કોંગ્રેસ પ્રમુખ ગુજરાત રાજ્ય હરપાલસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા, તદ ઉપરાંત અન્ય મહાનુભાવો માં રાજેન્દ્રસિંહ ચુડાસમા એસ પી, દિગ્વિજયસિંહ ચુડાસમા ડીવાયએસપી અને અન્ય આગેવાનો ઉપસ્થિત થયા હતા.
આશીર્વાદ પાઠવવા પરમ પૂજ્ય ધર્મબંધુજી પ્રાસલા આશ્રમ રાજકોટ પણ ઉપસ્થિત રહ્યા હતા ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે માનવ જીવનમાં ખુશ કે રહેવા માટે સંબંધો રાખો અને જાળવી રાખો. રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ રાખો અને સમાજ પ્રત્યે પણ પ્રેમ રાખો. સ્વાગત પ્રવચન ચુડાસમા રાજપૂત સમાજના પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમાએ કર્યું હતું રાત્રિના લોક ડાયરાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના નામાંકિત લોક ગાયકોએ રમઝટ બોલાવી હતી .
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.