કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇનના ઉપક્રમે ડેટા એન્જિનિયરિંગના નિષ્ણાંત ધવલ માંડલિયાનો ઓનલાઈન નિ:શુલ્ક ટ્રેનિંગ સેમિનાર - At This Time

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇનના ઉપક્રમે ડેટા એન્જિનિયરિંગના નિષ્ણાંત ધવલ માંડલિયાનો ઓનલાઈન નિ:શુલ્ક ટ્રેનિંગ સેમિનાર


કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇનના ઉપક્રમે ડેટા એન્જિનિયરિંગના નિષ્ણાંત ધવલ માંડલિયાનો ઓનલાઈન નિ:શુલ્ક ટ્રેનિંગ સેમિનાર

એઆઈ જોબ માર્કેટને દિશા આપી, AI માં કારકિર્દી કેમ બનાવવી તે વિશે મળશે માર્ગદર્શક અને દિશાસૂચક માહિતી

રાજકોટ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન રાજકોટનાં ઉપક્રમે રસ ધરાવતા લોકો માટે ઓનલાઇન AI, મશીન લર્નિંગ, ડેટા એન્જિનિયરિંગ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગના નિષ્ણાત અને Arocom ના સ્થાપક તથા નિયામક ધવલ માંડલિયાના નિ:શુલ્ક ઓનલાઈન ટ્રેનિંગ સેમિનારનું આયોજન આગામી તા. 22 શનિવારનાં રોજ સાંજે પાંચ વાગ્યે કરવામાં આવ્યું છે. સેમીનાર એનિમલ હેલ્પલાઈનનાં ફેસબુક અને યુ ટ્યુબ પર લાઈવ કરવામાં આવશે.
નવા નવા ઉકેલો આપવાના 20 વર્ષથી વધુ અનુભવ ધરાવતા ધવલ માંડલિયા ટેક્નોલોજી અને બિઝનેસના ઉદ્દેશો વચ્ચેના અંતરને દૂર કરવાની સાથે મહત્વાકાંક્ષી લક્ષ્યો હાંસલ કરવા માટે કર્મચારી ટીમને પ્રોત્સાહિત કરીને પ્રેરણા આપવાનું અદભૂત કૌશલ્ય ધરાવે છે .
ફાર્માસ્યુટિકલ્સ, લાઇફ સાયન્સ, બાયોટેક અને થેરાપ્યુટિક્સ, એગ્રી કોમોડિટીઝ, કેમિકલ્સ, હેલ્થકેર, રિટેલ, હેવી ઇન્ડસ્ટ્રીઝ અને સ્ટાર્ટઅપ્સ જેવી વિવિધ ઉદ્યોગોની કંપનીઓ સાથે કામ કરનાર ધવલ માંડલિયા જટિલ સમસ્યાઓ ઉકેલવા અને અસરકારક ઉકેલો પહોંચાડવા માટે ટેક્નોલોજીનો કેમ લાભ લઇ શકાય તેનું સચોટ અને સરળ માર્ગદર્શન આપશે, યુએસએમાં ફાઈઝર અને ડ્યુપોન્ટ જેવી કંપનીઓના મુખ્યમથક પર કામ કરતી વખતે તેમણે આ કુશળતા પ્રાપ્ત કરી છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા ડેટા સાયન્સ પર અને સ્ટેનફોર્ડ ઑનલાઇન દ્વારા ડીપ લર્નિંગ અને મશીન લર્નિંગ પર પ્રમાણિત અને AI, ડેટા એન્જિનિયરિંગ અને ક્લાઉડ સોલ્યુશન્સ સાથે પ્રોડક્ટ્સને મૂલ્યવાન બનાવવા ધવલ માંડલિયાનું માર્ગદર્શન, માહિતી અને પ્રેરક વાતો સમગ્ર ટીમને ચેતનમય બનાવે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.