પોરબંદરના કુછડી વાડી વિસ્તારમાંથી 630 પેટી દારૂ અને બિયર મોટો જથ્થો ઝડપાયો : હાર્બર પોલીસને મળેલી બાતમી આધારે મોટી સફળતા મળી : 34 લાખનો મુદામાલ કબ્જે કરાયો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો
અમલમાં છે છતાં અવારનવાર મોટા જથ્થાઓ ઝડપાય છે. વધુ એક વખત ગાંધીના ગુજરાત અને ગાંધીના ગામ પોરબંદરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ગઈકાલે હાર્બર મરીન પોલીસે જથ્થો પકડયો હતો. આ મામલે હાર્બર મરીન પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે. 34 લાખનો મુદામાલ કબ્જે કરી ત્રણ સામે ગુન્હો દાખલ કરાયો છે.
*ટ્રક ચાલક દારૂ જથ્થો ઉતારી નાસી ગયો*
હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ કુછડી ગામે ટ્રક ચાલક જીજે 25 યુ 96 33ના ચાલકે કુછવાડી વિસ્તારમાં દારૂનો જથ્થો ખાલી કરી ગયો હતો. જેથી બાતમી આધારે હાર્બર મરીન પોલીસે કુછડી વાડી વિસ્તારમાં રેઇડ કરતા વાડીના ગોડાઉનમાંથી વિદેશી દારુ તથા બિયરની ટીનના બોક્સો મળી આવ્યા હતા આ મામલે સિલ્વર કલરની ઇનોવા જેના રજીસ્ટ્રેશન નંબર જીજે 16 બીકે 9691નો માલિક તથા કુછડી ગામ વેરણ સિમ ખાતેની વાડીની બાજુમાં આવેલ વાડીના માલિક કબજેદાર સામે તથા અન્ય ટ્રક જેને રજીસ્ટ્રેશન નંબર જીજે 25 યુ 9633ના ચાલક સામે ગુનો દાખલ કરાયો છે. ગેરકાયદેસર વાડીના ગોડાઉનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના 512 બોક્સ જેની અંદર 6144 દારૂની બોટલો તથા ભારતીય બનાવટના વિદેશી દારૂના અલગ અલગ કંપનીના સીલપેક કાચના ચપટા જેના ભરેલ બોક્સ 73 જેની અંદર 3720 બોટલો ઉપરાંત બિયરના ટીન બોક્સ નંગ 41 નંગ 984 આ ઉપરાંત અન્ય બોક્સ મળી કુલ 630 બોક્સ દારૂ અને બિયરના ઝડપાયા છે. સિલ્વર કલરની ઇનોવા તથા દારૂ બોક્સ મળી કુલ 34, 12, 710 ( ચોત્રીસ લાખ બાર હજાર સાતસો દસ) નો મુદ્દામાલ કબજે કરી રેઇડ દરમિયાન હાજર નહીં મળી આવેલ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ સાળુંકે તથા પોલીસ સ્ટાફની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે.આ કામગીરીમાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.ડી.સાળુંકે, તથા એ.એસ.આઇ. આર.એફ. ચૌધરી, બી.ડી.વાઘેલા તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ. જી.આર.ભરડા તથા પો.કોન્સ, પરબતભાઇ નારણભાઇ બંધિયા, દીનેશભાઇ વિરમભાઇ બંધિયા પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.