ધંધુકા એસટી નિગમ દ્વારા આઠ મહિના બાદ ધંધુકા ડેપો મેનેજર ની કાયમી નિમણૂક કરાઈ. - At This Time

ધંધુકા એસટી નિગમ દ્વારા આઠ મહિના બાદ ધંધુકા ડેપો મેનેજર ની કાયમી નિમણૂક કરાઈ.


ધંધુકા એસટી નિગમ દ્વારા આઠ મહિના બાદ ધંધુકા ડેપો મેનેજર ની કાયમી નિમણૂક કરાઈ.

અમદાવાદ એસ ટી વિભાગના ધંધુકા એસટી ડેપો મા ફેબ્રુઆરી મહિનામાં નિવૃત થયેલા ડેપો મેનેજર બાદ છેલ્લા આઠ મહિનાથી ઈનચાર્જ ડેપો મેનેજર થી ગાડું ગબડાવવામાં આવતું હતું પરંતુ નિગમની મધ્યસ્થ કચેરી દ્વારા અરસ પરસ બદલી નો ગંજીફો ચિપતા ધંધુકા ડેપોને આઠ મહિના બાદ કાયમી ડેપો મેનેજર ની નિમણૂક કરવામાં આવી છે.નડીયાદ વિભાગના ખંભાત ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા ડી એમ મહિડા ની ધંધુકા ડેપો મેનેજર તરીકે બદલી કરવામાં આવી છે આજે તેવો એ વિધિ વત રીતે ડેપો નો ચાર્જ સંભાળી લીધો હતો અને ડેપો ની માન્ય સંકલન સમિતિ દ્વારા ડેપો મેનેજર નું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.