ધંધુકામાં ફક્ત બે જ આધાર કેન્દ્ર શરુ રહેતા લોકોને હાલાકી, સર્વર ડાઉનના કારણે લોકોને પરેશાની.
ધંધુકામાં ફક્ત બે જ આધાર કેન્દ્ર શરુ રહેતા લોકોને હાલાકી, સર્વર ડાઉનના કારણે લોકોને પરેશાની.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરમાં ફક્ત બે જ આધાર સેન્ટર પર આધારનું કામ ચાલુ હોઈ લોકોને હાલાકી ભોગવવી પડે છે. સર્વર ડાઉનના કારણે લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે ઘણા દિવસોથી મામલતદાર કચેરી તથા બેન્ક ઓફ બરોડા ચાલતા આધાર કાર્ડ કેન્દ્ર પર આધાર નવા, આધાર સુધારા માટે લોકોની લાઈન જોવા મળતી હોય છે તેવામાં સતત ત્રણ દિવસથી મામલતદાર કચેરી ખાતે ઉપરથી આધારમાં સર્વર ઇસ્સુ આવ્યા હોય લોકોને સવારથી જ લાઈનમાં ઉભું રહેવું પડે છેને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડે છે. શહેરમાં એસબીઆઈ બેન્ક ખાતે ચાલતું આધાર કેન્દ્ર વહેલી તકે ચાલુ થાય તેવી લોક મુખે ચર્ચા ચર્ચાઈ રહી છે. આધાર કાર્ડની લાઈનમાં ખુબ જ મોટી ઉંમરના વૃદ્ધ લોકો પણ લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા. આધાર ઓપરેટરના જણાવ્યું મુજબ એક સુધારા માટે ઉપરથી જ 7 થી 10 મિનિટ જેવો સમય લાગે છે ને ઉપરથી ટેક્નિકલ સર્વર ધીમું ચાલતું હોય તેમાં પણ એક સેન્ટર બંધ રહેતા લોકોની ભીડ સવારથી થઇ જાય છે સાથે ઓપરેટરના પગાર પણ 12 મહિનાથી કંપની તરફથી અલ્લાદલ્લા કરવામાં આવી રહ્યા છે.ધંધુકા શહેરમાં વહેલી તકે બીજું આધાર સેન્ટર ઉભું કરવામાં આવે કે પછી એસબીઆઈ ખાતે ચાલતું સેન્ટર ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.