હિંમતનગરમાં સ્વામીનારાયણ મંદિરમાં રથયાત્રા નીકળી
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર હિંમતનગર દ્વારા આયોજીત રથયાત્રાનું રવિવારે આયોજન કરાયું હતુ. જેમાં રથયાત્રાનું પ્રસ્થાન સંતો તથા કલેક્ટર નૈમેષ દવે, ધારાસભ્ય વી.ડી.ઝાલા, મહેન્દ્રસિંહ રહેવર મહાનુભાવોની હાજરીમાં પૂજન અર્ચના કરી રથને પ્રસ્થાન કરાવાયું હતુ. જેમાં ૧૦૦૦થી પણ વધારે હરીભક્તો જોડાયા હતા. રથયાત્રા કાંકણોલ ગામમાંથી પસાર થઇ સાંજે સ્વામિનારાયણ મંદિરે પરત ફરી હતી.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.