બોટાદ જિલ્લાના બરવાળા ના હોમગાર્ડ જવાનની પુત્રીના લગ્ન પ્રસંગે ચેક અર્પણ કરાયો
(પ્રતિનિધિ:- વનરાજસિંહ ધાધલ)
બોટાદ જિલ્લાના બરવાળા ના હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડને પ્રથમ દીકરીને લગ્ન પ્રસંગ મળતી હોમગાર્ડઝ કલ્યાણ નિધિમાંથી રૂ.20,000/- ની સહાય ચેક રુપે પાસ થઈને આવેલ છે. બોટાદ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક/મુખ્ય મથક શ્રી એ.એ.સૈયદ સાહેબ ને વિશેષ ઉપસ્થિતમાં બોટાદ ખાતે બરવાળા હોમગાર્ડ યુનિટમાં હોમગાર્ડ જવાન શ્રી મહેશભાઈ દેવજીભાઈ યાદવની પુત્રીને લગ્ન પ્રસંગ સહાય કલ્યાણ નિધિ ફંટમાંથી રકમ 20,000/-રૂપિયાનો ચેક અર્પણ કરાયો મે. ડાયરેક્ટર જનરલ ગુજરાત રાજ્ય હોમગાર્ડ અમદાવાદ દ્વારા મંજૂર કરાતા બોટાદ જિલ્લા કમાન્ડન્ટ શ્રી દશરથભાઈ ચૌહાણ તેમજ DySp એ.એ. સૈયદ સાહેબ ના હસ્તે ચેક ચેક અર્પણ કરવામાં આવેલ છે બોટાદ તેમજ તેના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.